આજે અમે એક એવા જ કપલ વિશે વાત કરીશું જે 23 વર્ષથી એક ગટરને જ પોતાનું ઘર બનાવી લીધું છે.


મિગુઅલ રેસ્ટ્રોપો અને મારિયા ગાર્સિયા નામના પતિ પત્ની પોતાના બ્લેકી નામના પાળતું શ્વાન સાથે ગટરમાં રહે છે. આ દંપત્તી વિશે જે કોઇ જાણે છે તેને નવાઇ લાગે છે.

મળતી માહિતી પ્રમાણે ગટરને ઘરમાં ફેરવનાર આ કપલ અમેરિકાના કોલંબિયાનું છે.

આ દંપત્તીનું ગટરમાં રહેવાનો સિલસિલો ત્યારે ચાલું થયો જ્યારે આ બંનેને નશાની લત લાગી હતી.

બંનેની નશો કરવાની લતના કારણે તેમની જિંદગી બરબાદ કરી દીધી છે. જેના કારણે બધા લોકોએ તેમની સામે ન જોયું.

હવે તેમને પોતાની ભૂલનું ભાન થયું અને પોતાના બગડેલા જીવનને સુધારવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

તેમણે પોતાનું બધું જ નશામાં ગુમાવી દીધું હતું. ત્યારબાદ તેમણે ગટરમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારથી આ દંપત્તી ગટરમાં રહે છે અને સાંસારિક સુખના સાધનો છતાં તેઓ પોતાના જીવનમાં સંતુષ્ટ છે.

જોકે, આ ગટરમાં સુવિધાનો દરેક સામાન ઉપલબ્ધ છે.

આ ગટરમાં વીજળી, ટીવી, કિચન, બેડ વગરે છે. કહેવાય છે ને કે, માણસ જ્યાં રહે છે ત્યાં જ પોતાનું ઘર બનાવી લે છે.