માઉન્ટ આબુમાં હોટલ સંચાલકે 3 ગુજરાતીઓને માર્યા

Mount Abu
- Advertisement -

This browser does not support the video element.

Mount Abu

ગુજરાતીઓ નજીકનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu રોડ પરનાં એક હોટલ સંચાલકે 3 ગુજરાતી પર્યટકને દોડાવી દોડાવીને માર્યા હતા. આ ત્રણેય પર્યટકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

ત્રણેય યુવકોને ન માત્ર દોડાવી દોડાવીને માર માર્યો પરંતુ કુહાડી વડે હુમલો પણ કર્યો હતો. મહેસાણા જિલ્લાના સતલાસણ ગામના ભવાનીસિંહ અને કુલદીપસિંહ સહિત ત્રણ મિત્રો ફરવા માટે આબુ ગયા હતા.

આ પણ જુઓ : ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો ફરજિયાત

આ દરમિયાન મોડી રાત્રે જય અંબે હોટલના સંચાલકો સાથે ખાવા અને પાણીની બોટલ બાબતે માથાકુટ થઇ હતી. બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા હોટલના સંચાલકોએ પર્યટક સાથે ગાળાગાળી કરીને માર મારવાનું ચાલુ કર્યું હતું. તમામના કપડા પણ ફાડી નાખ્યા હતા. કુહાડી વડે ઘા કરતા એક પર્યટકને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પણ થઇ હતી. આબુરોડ પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.