તહેવારો આવે એટલે જાતજાતના નાસ્તાતો બને જ એમા પણ મઠિયા અને સુંવાળી તો જાણે દિવાળીના બેસ્ટ નાસ્તામાંથી એક ગણવામાં આવે છે. તો આજે અમે તમારા માટે સુંવાળીની રેસીપી લઇને આવ્યા છીએ. જે સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ ખુબજ સ્વાદિષ્ટ હોય છે.

બનાવવાની રીત

એક વાસણમાં મેંદો સારી રીતે ચાળી લો. ત્યારબાદ તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. એક કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરો. તલને 10 મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. તલ અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો. તૈયાર છે દિવાળી માટે સુંવાળી..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.