જાણો ઉંમર વધતા દાંતોને તૂટતા બચાવવા શું કરવું.
સામાન્ય રીતે 55 વર્ષની ઉંમર થતા-થતા લોકોનાં દાંત પડવાનું શરૂ થઈ જાય છે. આ એક રીતેદર્શાવે છે કે આપની ઉંમર વધારે થઈ ગઈ છે અને એવામાં આપને ખાતી કે બોલતી વખતે મુશ્કેલી પણ થશે. મોટાભાગનાં લોકો આ ઉંમરે પહોંચી નકલી દાંત લગાવડાઈ લે છે અને પછી આરામથી મનગમતી વસ્તુઓ ખાય છે. આપને જણાવી દઇએ કે જો આપ સારી રીતે દાંતોની સંભાળ રાખો અને હેલ્ધી વસ્તુઓ ખાઓ, તો આપનાં દાંત આજીવન ટકી રહી શકે છે.
સામગ્રી :-
- બે ચમચી સુકું આંબળા પાવડર
- ત્રણ ચમચી દૂધ

બનાવવાની વિધિ :- આંબળાનાં પાવડર અને દૂધને એક વાટકામાં નાંખો અને સારી રીતે મેળવી તેનું પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટથી 10 મિનિટ બ્રશ કરો અને પછી 10 મિનિટ સુધી એમ જ છોડી દો. તે પછી હુંફાળા પાણીથી કોગળા કરી મોઢું ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રે સૂતા પહેલા કરો.
ફાયદા :- આ ઘરગથ્થુ ઉપાય દાંતોની મજબૂતાઈ માટે બહુ અસરકારક છે. જો આપ તેનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છો અને સાથે હેલ્ધી વસ્તુઓનું સેવન પણ કરી રહ્યાં છો, તો જાણી કો તેનાંથી ઉંમરવધતા પણ આપનાં દાંત નહીં તૂટે. દરરોજ ઓછામાં ઓછા બે વાર બ્રશ કરો અને જીભની સફાઈ કરો. આંબળા પાવડરમાં વિટામિન સી અને એંટી ઑક્સીડંટનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જે પેઢા અને દાંતોને સ્વસ્થ તથા મજબૂત બનાવી રાખે છે. આ ઉપરાંત મિલ્કમાં કૅલ્શિયમ બહુ વધારે હોય છે કે જે દાંતના મૂળિયા મજબૂત બનાવે છે અને તેમને ટૂટતા રોકે છે. આ ઉપરાંત પોતાનાં ડાયેટમાં કૅલ્શિયમ અને વિટામિનથી ભરપૂર વસ્તુઓનું પણ સેવન વધારી દો.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS