- હરિયાણામાં અન્ય પુરુષ સાથેનો અશ્લીલ વીડિયો જોઇને પતિએ આત્મહત્યા કરવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે યમુનાનગરમાં જગાધરીમાં રહેતા બલવીર સિંહની પત્નીના અન્ય પુરુષો સાથે આડા સંબંધ હતા.
- બલવીર સિંહની પત્નીનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. જેને જોઈને બલવીર સિંહે માનસિક સંતુલન ગુમાવ્યું હતું. અને ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
- આ સમગ્ર ઘટનાબાદ પતિની આત્મહત્યા બાદ ઘરમાં ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી હતી ત્યારબાદ પત્નીના હોશ ઉડી ગયા હતા. સ્યૂસાઇડ નોટ ઘરના લોકોના ધ્યાનમાં આવ્યા બાદ બલવીરની પત્નીએ પોતાના સસરા પાસે પંચાયતની સામે જ માંફી માંગવાનું શરૂ કરી દીધું હતું. મૃતકની પત્નીએ પોતાના બધા જ પાપોનો સ્વીકાર કર્યો હતો.
- તેણે સ્વીકાર કર્યું કે તેને અન્ય પુરુષો સાથે આડા સંબંધો હતો. એક તબક્કે બલવીરની પત્નીએ પોતાના નણદોઈ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પંચાયત ભંગ થઈ ગઈ અને એક-બીજા ઉપર આરોપ લગાવવાના શરૂ થઇ ગયા.
- પત્નીએ પોતાના બધા જ ગુનાઓની કબૂલાત કરી દીધી પરંતુ સ્યૂસાઇડ નોટ કોઈના પણ હસ્તાક્ષર નથી. એટલા માટે પોલીસ હવે સ્યૂસાઇડ નોટની ઝીણવટ પૂર્વક તપાસ કરશે.
- પોલીસે આ મામલે પીડિતોના નિવેદનો લીધા છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
- સ્યૂસાઇડ નોટ પ્રમાણે બલવીરની પત્નીને બે પુરુષો સાથે આડા સંબંધ હોવાના કારણે જ આત્મહત્યા કરી છે. બલવીરના ભાઈએ જણાવ્યું હતું કે, ભાઈ મહેનત મજૂરી કરીને પોતના પરિવારનું પેટ ભરતા હતા.
- ભાભી ભાઈને મહેણાં મારતા હતા. ભાઈએ પોતાની પત્નીના ચરિત્રની જાણ થઇ ત્યારે તેમણે આત્મહત્યા કરી લીધી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.