- ડેન્ટલ હોસ્પિટલે રુક્શાના બેગમને મફતમાં સારવારની ઑફર કરી છે. રુક્શાના બેગમને તેના પતિએ વાંકાચૂકા દાંતને કારણે ત્રણ તલાક આપી દીધા હતા.
- મહિલાના દાંત થોડા વાંકા હોવાથી તેના પતિએ રુક્શાનાને ત્રણ તલાક આપી તરછોડી દીધી હતી.
- આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ શહેરની એલુક્સ ડેન્ટલ હોસ્પિટલ મહિલાની મદદે આવી હતી અને તેણીને મફતમાં સારવાર કરવાની ઑફર કરી હતી.
- ડૉક્ટર નડા મીરે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “અમને માલુમ પડ્યું હતું કે એક વ્યક્તિએ દાંતની સમસ્યાને કારણે તેની પત્નીને તલાક આપી દીધા છે.
- આથી અમારી સંસ્થાએ એક પણ રૂપિયો લીધા વગર મહિલાની મદદ કરવાનું નક્કી કર્યું છે. મહિલાના દાંત વાંકા છે. અમે તેણીની આ સમસ્યાનું નિવારણ લાવવા માંગીએ છીએ. અમે તેની તપાસ કરીને નક્કી કરીશું કે તેના માટે શું કરી શકીએ છીએ.”
- ડૉક્ટરે જણાવ્યું કે, “અમારો મુખ્ય ઉદેશ્ય એવો છે કે તેણીની સમસ્યાનું સમાધાન આવે અને તેણી ખૂબ જ સારી જિંદગી જીવે.”

- મીડિયા રિપોર્ટ પ્રમાણે રુક્શાના બેગમના પતિ મુસ્તફાએ ગયા મહિને તેણીને ત્રણ તલાક આપી દીધા હતા. રુક્શાનાએ જૂન મહિનામાં જ મુસ્તફા સાથે નિકાહ કર્યા હતા. રુક્શાનાની દાંતની સમસ્યાને કારણે મુસ્તફાએ તેને ત્રણ તલાક આપ્યા હતા.
- પોલીસના જણાવ્યા પ્રમાણે આ સંદર્ભે 31મી ઓક્ટોબરના રોજ મુસ્તફા સામે દહેજ ધારા અને ટ્રિપલ તલાક ઍૅક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- પોલીસ અધિકારી કે ચંદ્ર શંખરે જણાવ્યું કે, “અમને રુક્શાના બેગમ તરફથી ફરિયાદ મળી છે. રુક્શાના બેગમનો આક્ષેપ છે કે વાંકા દાંતને કારણે તેમજ વધારે દહેજની માંગણી સાથે તેના પતિએ તેણીને ત્રણ તલાક આપી દીધા છે.”
- રુક્શાનાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ મુસ્તફાની ધરપકડ કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.