હવે જો ઠાકોરસેનાની કારોબારી મળે અને અલ્પેશભાઈ ભાજપમાં જોડાય તો કારોબારીનું સમર્થન આપોઆપ ભાજપને મળશે? અમિત ઠાકોરે કહ્યું કે હાલ તો એવું કંઈ છે નહીં.
“અલ્પેશભાઈ વ્યક્તિગત રીતે નિર્ણય ન લઈ શકે. કારોબારી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને પછી જ કોઈ નિર્ણય લે છે. હાલ તો એવી કોઈ સ્થિતિ ઊભી થઈ નથી. તેથી કશું કહી ન શકાય.”
“તેઓ ભાજપમાં કયા કારણસર જોડાય છે. વગેરે મુદ્દા પર ઠાકોરસેનાની કારોબારી મળે એ પછી જ કોઈ નિર્ણય લઈ શકે. હું અત્યારે એમ ન કહી શકું કે અલ્પેશભાઈ ભાજપમાં જોડાશે તો સેના તેમને સમર્થન કરશે. એ પાયાવિહોણી વાત છે.”
“અલ્પેશભાઈ ભાજપ કે કોઈ પણ પાર્ટીમાં જોડાય તો સમાજના જે કેટલાક પ્રશ્નો છે એ તેમણે ધ્યાનમાં લેવા પડે. કોઈ પણ પક્ષમાં જોડાવવું કે ન જોડાવવું એના કરતાં અમારા માટે વધારે અગત્યનો મુદ્દો એ છે કે સમાજને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ.”
“તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાય તો તેણે સમાજના મુદ્દા આગળ રજૂ કરવા પડશે. સમાજનું હિત જોવું પડશે.”
અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો ઠાકોરસેનાની વોટબૅન્કનો લાભ ભાજપને મળી શકશે? આ સવાલના જવાબમાં ચકાભાઈએ કહ્યું હતું કે “ઘણાને એવું લાગે છે કે તેઓ સરકારમાં પ્રધાન બનશે તો ઠાકોરસમાજને કંઈક અપાવશે. જોકે, મને હાલ પૂરતું એવું નથી લાગતું.”
“તેથી જ મેં વિરોધ કર્યા વગર મારો રસ્તો અલગ કરી લીધો છે. અલ્પેશભાઈ ભાજપમાં જાય તો એના માટે 2017માં જ અમારી સમિતિમાંથી ઘણા લોકો સહમત હતા. એ વખતે માત્ર ચારેક જણા જ એવું કહેતા હતા કે અલ્પેશભાઈએ કૉંગ્રેસમાં જોડવું જોઇએ.”
“અલ્પેશભાઈ એ વખતે અવઢવમાં હતા કે કંઈ પાટીમાં જવું. એ વખતે કૉંગ્રેસમાં જોડાયા એનું કારણ એ રજૂ કરવામાં આવ્યું હતું કે વિધાનસભામાં સરકાર કૉંગ્રેસની રચાશે. પાર્ટીમાં માનસન્માન રહેશે.
“પરંતુ એવું થયું નહીં, કૉંગ્રેસ સરકાર રચી શકી નહીં. હવે અલ્પેશભાઈ બારોબાર નિર્ણય લેવા માંડ્યા છે.”
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.