diamond worker
- સુરતમાં કોરોનાનો કાળો કહેર યથાવત છે.
- સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત એક રત્નકલાકાર (diamond worker) નો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
- સુરતમાં રત્નકલાકાર (diamond worker) નો વીડિયો વાયરલ થતા તંત્ર અને હોસ્પિટલની પોલ ખૂલી ગઈ હતી. પરંતુ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.
- અત્યારે આ રત્નકલાકારનું કોરોનાથી મોત નિપજ્યું છે.
- સુરતમાં રત્નકલાકારે વાયરલ કરેલા વીડિયોમાં ‘કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’ જે શબ્દો સાચા ઠર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
- હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસે કહેલા શબ્દોના ચાર દિવસ બાદ કોરોનાથી મૃત્યુ થયું છે.
- પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત રત્નકલાકાર (diamond worker) ને સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કરનાર રત્નકલાકારનું કોરોનાથી મોત થયું છે.
- રત્નકલાકારના કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ શબ્દો સાચા ઠર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
- હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસે કહેલા શબ્દોના ચાર દિવસ બાદ કોરોનાથી મૃત્યુ થયું છે.
- પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહેતા હતા.
- મૂળ અમરેલી બોરડી ગામના વતની હતા અને સુરતમાં હીરા ઘસી ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અને એક દીકરો-દીકરી વતનમાં હતા.
- દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
- સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરતા હતા.
- આ રત્નકલાકારે (diamond worker) વીડિયો મારફતે તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે, અહીં સ્થિતિ ખુબ જ ખરાબ છે.
- હું 17મીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો.
- હોસ્પિટલમાં દર્દીઓની કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી.
- અહીંયા તંત્ર એટલું આળસું છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓના બેડ (ખાટલા ની બાજુમાં સંડાસ ) પણ સાફ નથી કરતા.
- જો અમે વારંવાર બોલાવીએ તો આવીને ઓક્સિજન વધારી ચાલી જાય છે.
- જેના કારણે મેં વારંવાર પરિવારને ફોન કરી પીડા વ્યક્ત કરી રડતા રડતા પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
- પત્ની અને એક દીકરો-દીકરી વતનમાં છે જેથી મને સુરતમાં રહેતા ભાઈઓ જ મદદ કરે છે.
- રત્નકલાકારે હોસ્પિટલની સચ્ચાઈ વિશે જણાવ્યું હતું કે, અહીં મને કોઈ પૂછવા પણ નથી આવતું.
- ડૉક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. તેઓ અમને ઉંઘા સૂઈ જવાનું કહે છે.
- કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’. રત્નકલાકારનો આ વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow