ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો ફરજિયાત

RTPCR

RTPCR

ગુજરાતમાં બીજા રાઉન્ડમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જે જોયા બાદ કેન્દ્રમાંથી આવેલી ટીમે કેટલાક સૂચનો કર્યા છે. જેના અમલરૂપે આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

નિર્ણય મુજબ ગુજરાતમાં હવે રેપિડ નેગેટિવ આવે તો સિમ્ટોમેટિક દર્દીઓને RTPCR ટેસ્ટ કરાવવો પડશે. સિમ્ટોમેટિક દર્દીના આરટીપીસીઆર અને રેપિડ બંને નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો પડશે. 

આરોગ્ય વિભાગે જાહેર કરેલી સૂચના પ્રમાણે, પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેકમાં હોય તેવા લોકોના 5 થી 7 દિવસ રેપિડ ટેસ્ટ કરાશે. જો તેમાંથી કોઈને લક્ષણો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાનો રહેશે. પોઝિટિવ દર્દીના હાઈરિસ્ક કોન્ટેક્ટને પણ હોમ ક્વોરેન્ટાઈન કરીને દર્દીઓને દૈનિક ધોરણે પેરા-મેડિકલ સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવાનું રહેશે અને તેમની આરોગ્ય ચકાસણી બાબતનું રજીસ્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી નિભાવવાનું રહેશે.

આ પણ જુઓ : ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી વેક્સિન પ્રાણી પરના પ્રયોગમાં અસરકારક પુરવાર થઈ

તેમજ જો કોરોના પોઝિટિવ દર્દીની સ્થિતિ વણસશે તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગે આ જાહેરાત કરી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં હોય તેવા લોકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજ દર્દીના સંપર્કમાં રહેનારા લોકોને હોમ ક્વોરેન્ટાઈન પણ કરાશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.