Maharashtra : રવિવારથી રાયગઢ સહિત મહારાષ્ટ્રના વિભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. તો બીજી તરફ માયાનગરી તરીકે ઓળખાતા મુંબઇમાં વરસાદના લીધે ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગનું માનીએ તો વરસાદથી છુટકારો મળશે નહી, આજે પણ વરસાદ અને હાઇ ટાઇડની ચેતાવણી જાહેર કરવામાં આવી છે.
Maharashtra: રાયગઢ કિલ્લાની સીડી પર વરસાદનો ભયાનક પ્રકોપ#Maharashtra #MumbaiRains #raigad #raigadfort #HeavyRainfall #heavyrains #waterfall #tourists #PTNNews pic.twitter.com/jJm8gOWHBg
— PTN News (@Ptnnewsofficial) July 8, 2024
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રવિવારે બપોરે 3:30 વાગ્યાથી ચાર વાગ્યા સુધી મૂશળાધાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના લીધે સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. તો બીજી તરફ વરસાદ દરમિયાન છત્રપત્રિ શિવાજી મહારાજના રાયગઢ સ્થિત કિલ્લામાં પણ કેટલાક પર્યટકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ દરમિયાન આ પર્યટકો કિલ્લાની સીઢીઓ પર ફસાઇ ગયા હતા. આ દરમિયાન મૂશળાધાર વરસાદના લીધે રાયગઢ કિલ્લાની સીઢીઓ પરથી નદીના વહેણની માફક ભારે પાણી વહેતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ વહેતા પાણીમાં પર્યટકો પોતાને સંભાળતા જોવા મળ્યા હતા.