C R Patil
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (C R Patil) ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જે અત્યારે અંબાજીના દર્શન બાદ પાટણનો પ્રવાસ શરુ કર્યો છે. જયારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વીર મેઘમાયા મંદિરે દર્શન કરી બીજા દિવસનો પ્રારંભ કર્યો છે. ત્યારબાદ તેમણે વિશ્વપ્રસિધ્ધ રાણીની વાવ નિહાળી હતી.
આ પણ જુઓ : Ahmedabad : અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાએ વરસાવ્યો કહેર
હાલ કોરોના મહામારીમાં વહેલી સવારથી જ પાટણ શહેરમાં અને તેમાં પણ રાણીની વાવ અને વીર મેઘમાયાના સમાધી મંદિરે લોકોની ભીડ ઉમટી હતી. જ્યાં સી આર પાટીલ હાથમાં માસ્ક લઈને ફરતા જોવા મળ્યા હતા. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.

આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીના રેલવે ટ્રેક નજીકના ઝૂંપડપટ્ટી લઇ આપ્યો આદેશ
સમિયાણામાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા રમણલાલ વોરા તો માસ્ક મોંઢ સંતાડવા પહેર્યો હોય તેમ પહેર્યું હતો. જેમાં અન્ય લોકો પણ માસ્ક મોઢા પર રાખેલા જોવા મળ્યા હતા. ગઈકાલથી ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા થઈ રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.