In Surat, Kinnar did a ramp walk : કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સેતુ સંધાય તે હેતુસર વેસુ ખાતે કિન્નરો માટેના એક ફેશન સોનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું નામ પણ તુલ્યતા રાખ્યું હતું. કિન્નરો પણ અલગ અલગ ક્ષેત્રે પોતાનું નામ કરી શકે અને દરેક ક્ષેત્રમાં કામ કરી શકે તે હેતુસર આ ફેશન શો યોજવામાં આવ્યો હતો.
સુરતના વેસુ વિસ્તારમાં એક અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ભાગ લેવા માટે મહિલાઓ અને પુરુષો નહીં પરંતુ કિન્નરો આવ્યા હતા. આ ફેશન શો માત્ર કિન્નરો માટે આયોજન કરવામાં આવ્યું હતું. તુલ્યતા શીર્ષક હેઠળ કિન્નરો માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજમાં માત્ર દાપુ માંગવા માટે પંકાયેલા કિન્નરો હવે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ કરી રહ્યા છે. કિન્નરો પણ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું નામ રોશન કરે તે માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સંબંધો બંધાયેલા રહે એ માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શો માં 21 જેટલા કિન્નરોએ ભાગ લીધો હતો.
થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા કિન્નરો સમાજમાં સારા પ્રસંગોએ નેક લઈને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે હવે કિન્નરો આ કામથી અલગ કંઈક કરવા ધીરે ધીરે શીખી રહ્યા છે. અને તેમને સમાજમાં સમાજની સાથે તુલનાત્મક રીતે ચાલવા મળે તે હેતુથી સુરત ખાતે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ છે.
ફેશન શો સાથે સંકળાયેલા કિન્નર નુરી કુવરબાએ કહ્યું કે, ફેશન શો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આજના સમયમાં સમાજ સાથે તુલ્યતા સાધવાનો છે. અમને પણ ઇક્વાલિટી મળે, લોકો અમારા પ્રત્યે જે દુરાગ્રહ રાખે છે તે બદલે ,લોકોની મેન્ટાલીટી બદલાય, તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આજે પણ સમાજમાં એવા ઘણા બાળકો એક કિન્નર તરીકે જન્મ લે છે. એવા બાળકોને સમાજમાં પોતાના માતા પિતા ઘરમાં જ તેઓની અંદર રહેલી આંતરિક પ્રતિભાવોને બહાર લાવે અને અન્ય વસ્તુઓ શીખવાડે તે હેતુ છે બીજી તરફ ફેશન શો એટલે માત્ર વેસ્ટર્ન કપડાં જ નહીં ,પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સાડી એ સૌથી સુંદર ઘરેણું છે.