Economies

Economies

નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ મંગળવારે કહ્યું કે દુનિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થા (Economies)ઓમાંથી ભારત એક છે. જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળાના આર્થિક વૃદ્ધિ દરમાં વધારો જોવા મળશે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર કોરોના મહામારી પહેલાથી જ ધીમો પડ્યો છે. 2021ના વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર આ વર્ષની સરખામણીમાં ઘણે સારો હશે.

આ પણ જુઓ : હાથરસમાં પોલીસે મધરાતે પરિવારની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા

અભિજિત બેનર્જીએ કહ્યું કે મને નથી લાગતુ ભારત સરકારે જાહેર કરેલું આર્થિક પેકેજ પર્યાપ્ત હોય. આર્થિક પ્રોત્સાહનના જે ઉપાયો છે તેના કારણે ઓછી અને મધ્યમ આવક વાળા લોકોના ખર્ચમાં કોઇ વધારો થયો નથી, કારણ કે સરકાર આ લોકોના હાથમાં પૈસા આપવા નહોતી માંગતી.

આ પણ જુઓ : PM મોદીએ હાથરસ ગેંગરેપ મામલે યોગી આદિત્યનાથ સાથે વાત કરી

ઉપરાંત તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 20 વર્ષ સુધી મોંઘવારી અને આર્થિક વિકાસની સ્થિતિ રહી. જેનાથી દેશને ઘણો લાભ પણ થયો છે. ભારતની રણનીતિ બંધ અર્થવ્યવસ્થાની રહી છે. જેમાં સરકાર મોટા પ્રમાણમાં માંગ ઉત્પન્ન કરે છે. જેના કારણે આર્થિક વૃદ્ધિની સાથે મોંઘવારી પણ વધે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.