ભારતે ચીની વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું …

Chinese Foreign Minister

Chinese Foreign Minister

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર તણાવની સ્થિતિ છે. આ ચાઇ રહેલા તણાવને ઓછો કરવા માટે લાંબા સમય બાદ પહેલીવાર ભારત અને ચીનના વિદેશ મંત્રી આમને-સામને આવ્યા હતા.

ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બેઠકમાં ચીની વિદેશ મંત્રી (Chinese Foreign Minister) વાંગ યીની સામે બોર્ડરની સ્થિતિને રાખી હતી અને કહ્યું હતું કે, ચીને બોર્ડર પરથી પોતાના સૈનિકોની સંખ્યા ઓછી કરવી જોઈએ.

આ પણ જુઓ : ભારતીય સૈનિકોને મોટી સંખ્યામાં ફિંગર -3ની પાસે તૈનાત કરાયા

આ બેઠકમાં પાંચ સુત્રીય ફોર્મ્યુલા હેઠળ તણાવને ઓછો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. સીમા પર 1975 બાદ પહેલીવાર ગોળીબારની ઘટના બની છે. ભારતે ચીનની સામે બોર્ડર પર ચીની સૈનિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ 1993-1996માં જે સમજૂતી થઈ હતી તેનું ઉલ્લંઘન છે. ભારતે સાથે જ કહ્યું છે કે ચીને આટલાં સૈનિકોની તહેનાતી કેમ કરી છે, તેનો જવાબ મળ્યો નથી.

આ પણ જુઓ : રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક, યુદ્ધની આશંકા

ચીની વિદેશ મંત્રી વાંગ યી તરફથી બોર્ડર પર શાંતિની વાત કહેવામાં આવી છે. ચીન તરફથી બોર્ડર પરથી સૈનિકોને હટાવવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત કહેવામાં આવ્યું છે કે સીમા પર ગોળીબારી, ઘુષણખોરી જેવી ઘટનાઓ માહોલને બગાડવાનું કામ કરી શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.