Indian Railway
ભારત અને ચીન વચ્ચેના તણાવને લઇ ભારતીય રેલવે (Indian Railway)એ ચીનને વધુ એક આર્થિક ફટકો માર્યો છે. સેની હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટે ચીનની એક કંપનીને અપાયેલો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. હવે ભારતીય રેલવે (Indian Railway) નવી પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી અન્વયે નવાં ટેન્ડર બહાર પાડશે. આ યોજના હેઠળ હવે ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્થાનિક કંપનીઓને પ્રાયોરિટી આપશે.
આ ઓર્ડેર મુજબ વંદે ભારત યોજના માટે ચીનની કંપનીએ 44 સેમી હાઇસ્પીડ ટ્રેનો આપવાની હતી. આ ઓર્ડર કરોડો રૂપિયાનો હતો. સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય રેલવેએ 44 સેમી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટે ચીનની કંપનીએ ભરેલાં ટેન્ડર્સને રદ કર્યા હતા. હવે નવી પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી હેઠળ નવેસર ટેન્ડર્સ બહાર પડાશે. નવા ટેન્ડરની પ્રક્રિયા આવતા સપ્તાહે શરૂ થશે.
આ પણ જુઓ : Telangana : મહિલાએ 139 લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો, જાણો સમગ્ર મામલો
ભારતમાંથી ચીનનું મૂડી રોકાણ ઓછું કરવાના પગલા રૂપે આ નિર્ણય લેવાયો હોવાની જાણકારી મળી હતી. એક અહેવાલ મુજબ ઓછામાં ઓછી બે ડઝન વિદેશી કંપનીઓએ આ પ્રોજેક્ટમાં રસ દેખાડ્યો હતો. આવી કંપનીઓમાં સેમસંગ અને એપલ કંપનીઓનાં નામ છે.
આ પણ જુઓ : India : ચીની નાગરિકોના વીઝા બાબતે કડક પગલું લેવાયું
આ કંપનીઓ ભારતમાં 150 કરોડ ડૉલર્સ (આશરે 11000 કરોડ રૂપિયા ) રોકવા ઉત્સુક હોવાનું કહેવાય છે. આવી કોઇ વિદેશી કંપની સેમી હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટેનું ટેન્ડર ભરીને ઓર્ડેર મેળવે એવી શક્યતા છે. .
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.