Indian Railway
ભારતીય રેલવે (Indian Railway) નાગરિકોને ઓછા ભાડામાં AC કોચમાં આરામદાયક પ્રવાસ કરવાની સુવિધા આપવા ઇચ્છે છે. એના માટે રેલવે સ્લીપર અને જનરલ કોચને AC કોચમાં અપગ્રેડ કરવાની યોજના બનાવી રહી છે. ભારતીય રેલવે દેશભરમાં AC કોચની ટ્રેનો લાવવાની યોજના બનાવી રહી છે.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કપૂરથલા સ્થિત રેલવેની કોચ ફેક્ટરીને સ્લીપર કોચને AC કોચમાં અપગ્રેડ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અપગ્રેડ કરવામાં આવેલા સ્લીપર કોચને ઇકોનોમિકલ AC 3-ટિયર કહેવામાં આવશે.
આ પણ જુઓ : Corona Vaccine : ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોના રસી તૈયાર કરી
આ ટ્રેનોનાં ભાડાં સસ્તાં હશે. નવા ઇકોનોમિકલ AC 3-ટિયરમાં 72 બર્થને બદલે 83 બર્થ હશે. પહેલા તબક્કામાં 230 કોચનું ઉત્પાદન કરવામાં આવશે. દરેક કોચને બનાવવામાં 2.8 થી 3 કરોડ રૂપિયા સુધીનો અંદાજિત ખર્ચ થશે, જે AC 3-ટિયર બનાવવાના ખર્ચથી 10 ટકા વધુ છે. આ સિવાય અનરિઝર્વ્ડ જનરલ ક્લાસના ડબ્બાને પણ 100 સીટોના AC કોચમાં ફેરવવામાં આવશે. આ માટેની ડિઝાઇનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.