Scorpion class submarine
ભારતીય નૌસેનામાં આજે સ્કોર્પિયન ક્લાસની નવી અત્યાધુનિક સબમરિન (Scorpion class submarine) સામેલ થઇ ગઈ છે. સ્કોર્પિયન ક્લાસની આ પાંચમી સબમરિન છે. વાગિર નામની આ સબમરિનને આજે દરિયામાં ઉતારવામાં આવી હતી. જેનું લોકાર્પણ રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે કર્યુ હતુ. વાગિર નામ હિન્દ મહાસાગરમાં જોવા મળતી એક શિકારી માછલી પરથી રખાયુ છે.
પહેલી વાગિર સબમરિન 1973 થી 2001 સુધી નૌસેનામાં કાર્યરત રહી હતી જે રશિયન બનાવટની હતી. આજ નામથી હવે તેના કરતા પણ આધુનિક સબમરિન નૌસેનામાં સામેલ થઈ ચુકી છે. આ સબમરિનમાં દુશ્મન જહાજોનો ખાત્મો બોલાવવા માટેના ટોરપિડો તેમજ મિસાઈલ પણ છે. ભારત પ્રોજેક્ટ-75 હેઠળ સ્કોર્પિયન ક્લાસની 6 સબમરિનનો સેનામાં સામેલ કરવાનુ છે. આ પૈકી પાંચમી સબરમિન સામેલ થઈ ગઈ છે.
આ પણ જુઓ : અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયડ્સ પહોંચી NCB ઓફિસ
આ પ્રોજેકટ 2005થી ભારત અને ફ્રાંસ વચ્ચે ચાલી રહ્યો છે. આ પહેલા આઈએનએસ કરંજ, આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ વેલા નૌ સેનામાં સામેલ થઈ ચુકી છે. છઠ્ઠી સબમરિન આઈએનએસ વાગશીર પણ બહુ જલ્દી નૌ સેનાને મળી જવાની છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.