china Iran

  • ઇરાન અને ચીન વચ્ચે 400 અરબ ડૉલરની ડીલ (Iran China Deal)ની અસર હવે જોવા મળી રહી છે.
  • china (ચીન) સાથે હાથ મેળવતા જ (Iran) ઇરાને ભારતને મોટો ઝટકો આપ્યો છે.
  • ઈરાને ભારતને ચાબહાર રેલ પરિયોજના (Chabahar Rail Project)થી બહાર કરી દીધો છે.
  • ઇરાનનો આરોપ છે કે કરાર કર્યાના 4 વર્ષ વીત્યા છતા ભારતે આ પરિયોજના માટે ફંડ નથી આપ્યું. તેવામાં તે પોતે જ આ પરિયોજનાને પુરી કરશે.
  • ચીન (china) થી કરાર પછી ઇરાનના મૂળભૂત ઢાંચા સાથે જોડાયેલા પ્રોજેક્ટને બીજિંગ પૂરું કરશે.
  • ઈરાનની આ જાહેરાતથી ભારતને મોટો રાજદ્વારી ઝટકો લાગ્યો છે.
  • આ રેલવે પ્રોજેક્ટ ચાબહાર પોર્ટથી જહેદાનની વચ્ચે બનાવવાનો છે.
  • ગયા અઠવાડિયે ઇરાનના પરિવહન અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઇસ્લામીએ 628 કિલોમીટરના લાંબા રેલ્વે ટ્રેકના નિર્માણનું ઉદઘાટન કર્યું હતું.
  • આ રેલ્વે લાઇનને અફઘાનિસ્તાનની ઝરંજ સરહદ સુધી લંબાવાની છે.
  • ધ હિન્દુના અહેવાલ મુજબ, આ સંપૂર્ણ પ્રોજેક્ટ માર્ચ 2022 સુધીમાં પૂરો થવાનો છે.
  • ઇરાન રેલ વિભાગે કહ્યું કે હવે તે ભારતની મદદ વગર જ આ પરિયોજના પર આગળ વધશે. કારણ કે હવે આનાથી મોડું ન કરી શકાય.
  • ઇરાને જાહેરાત આ પ્રોજેક્ટ માટે તે પોતાની નેશનલ ડેવલપમેન્ટ ફંડથી 40 કરોડની ધનરાશિનો ઉપયોગ કરશે.
  • આ પહેલા ભારતની સરકારી રેલવે કંપની ઇરાન (Iran) ની આ પરિયોજનાને પૂરી કરવાની હતી.
  • આ પરિયોજનાથી ભારતે અફધાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયાઇ દેશો સુધી વૈક્લિપક માર્ગ આપવા પ્રતિબદ્ઘતા બતાવી હતી.
  • ઇરાન, ભારત અને અફધાનિસ્તાન વચ્ચે આ મામલે ત્રીપક્ષીય સમજૂતી થઇ હતી.
  • ચાબહાર કરાર પર 2016મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન યાત્રા દરમ્યાન હસ્તાક્ષર થયા હતા.
  • આ સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ 1.6 અબજ ડોલરનું રોકાણ થવાનું હતું. IRCONના ઇજનેરો પણ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ઇરાન ગયા હતા,
  • પરંતુ યુએસના પ્રતિબંધના ડરથી ભારતે રેલવે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું ન હતું.
  • યુ.એસ.એ ચાબહાર બંદર માટે છૂટ આપી છે પરંતુ સાધન સપ્લાયર મળી રહ્યા નથી.
  • ભારતે પહેલાથી જ ઈરાનથી તેલની આયાત ઘટાડી દીધી છે.
  • ઇરાન (Iran) અને ચીન જલ્દી જ એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરશે.
  • જે હેઠળ ચીન (china) ઇરાનથી ખૂબ જ સસ્તા દરે તેલ ખરીદશે. અને તેના બદલે પેઇચિંગ ઇરાનમાં 400 અરબ ડોલરનું રોકાણ કરશે.
  • સાથે જ ઇરાનને ચીન સુરક્ષા માટે ધાતક આધુનિક હથિયારો પણ આપશે.
  • ન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ ઇરાન અને ચીન વચ્ચે 25 વર્ષની રણનીતિક સમજૂતી પૂરી થઇ ગઇ છે.
  • ઉલ્લેખનીય છે કે ભારત માટે ઇરાનનું આ હાર્બર ખૂબ જ મહત્વનું હતું.
  • ઈરાન (Iran) ના બંદર ચાબહારના વિકાસ પર ભારતે અબજો રૂપિયા ખર્ચ કર્યા છે.
  • અમેરિકાના દબાણને કારણે ઈરાન સાથે ભારતના સંબંધો નાજુક સ્તર પર છે.
  • ચાબહાર વ્યાવસાયિકની સાથો સાથ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે.
  • તે ચીન (china) ના સહયોગથી વિકસિત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 100 કિમી દૂર છે.
  • ભારતને પણ અમેરિકા, સાઉદી અરેબિયા, ઇઝરાઇલ vs ઈરામાં કોઇ એક દેશને પસંદ કરવો પડી શકે છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024