ખીમાણામાં બે અલગ અલગ જગ્યાએ ચોર ટોળકી સક્રિય.
ચોરીનો પ્રયાસ નિષ્ફળ.
કાંકરેજ તાલુકા માં શિયાળા ની કડકડતી ઠંડીમાં ચોરીનો તરખાટ. કોરોના મહામારી માં લોકો ઘરમાં પુરાયા છે ત્યારે હવે ધાર્મિક મંદિરો ને નિશાન બનાવી ને ચોરીનો પ્રયાસ કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે આવેલ જૈન દેરાસરના તાળાં તૂટયાં અને હનુમાનજી મંદિર ની દાન પેટી ચોરો ઉઠાવી ગયા હોવાનું બહાર આવ્યું હતું જોકે ગામલોકો દ્વારા તાત્કાલિક ધોરણે શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જેમાં કોઈ મુદ્દામાલ ચોરાયો ન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હનુમાનજી મંદિર ની દાન પેટી અન્ય જગ્યાએ પડેલ જોવા મળી હતી ત્યારે હવે શિહોરી પીએસઆઈ એ.કે. દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે વધુ તપાસ હાથ ધરી ને ચોર ટોળકી ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.
હનુમાનજી મહારાજ ના મંદિર અને જૈન દેરાસરના તાળાં તૂટયાં પણ કશુંજ હાથ ન લાગતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલ લોકહિત માટે નો મેસેજ કારગત સાબિત થયો હોવાનો દાવો. લોકોને પોતાની કિંમતી ચીજ વસ્તુઓ અને ઘરેણાં બેંક લોકર માં જમા કરાવવા અને ધાર્મિક મંદિરો માં મૂર્તિઓ પર સોના ચાંદીના આભૂષણો પણ ન રાખવા માટે પોલીસે મેસેજ વાયરલ કર્યાં હતા
ત્યારે હવે એક તરફ સરકાર દ્વારા પોલીસ ને લુંટ ચોરી જેવા અનેક પ્રકારના ગુનાઓ અટકાવવા માટે અને લોકહિત માટે સતત કાળજી રાખવામાં આવે છે ત્યારે હવે આવા સંજોગોમાં ચોર ટોળકી સક્રિય ભૂમિકા ભજવી ને અનેક મંદિરો અને રહેણાંક મકાનમાં ઘુસીને ચોરીના પ્રયાસો કરી રહ્યા છે.