Jamnagar
જામનગર (Jamnagar) મોડપર ગામના એક શ્રમિક ખેડૂતને પોતાની સાળી સાથે અનૈતિક સંબંધો હતા. જેની પત્નીને જાણ થતા પતિને ઠપકા આપ્યો હતો. પરંતુ આ બાબતે લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
જામનગરના મોડપર ગામની સીમમાં એક વાડીમાં રહીને ખેત મજુરી કરનાર નરસિંગ ઉર્ફે નરેશ અમરસિંહ ડાવરીયા નામનો 28 વર્ષીય યુવાન પોતાની વાડીમાં એક ઝાડની ડાળીમાં દોરડુ બાંધી ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. ઘટના અંગે માહિતી મળતા જામનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી.
આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર સુપ્રીમકોર્ટે પ્રતિબંધ લગાવ્યો
મૃત્યુ પામનારના નરસિંગ ઉર્ફે નરેશ પોતાની પત્ની અને પાંચ સંતાનો સાથે વાડીની ઓરડીમાં જ રહે છે. તેની સાથે તેની સાળી પણ રહે છે. અનેક વખત નરેશ તેની સાળી સાથે એકાંતમાં સમય પસાર કરતા હતા.
પતિના સાળી સાથેના અનૈતિક સંબંધોની જાણ તેની પત્નીને થઇ જતા પોતાના પતિને ઠપકો આપ્યો હતો. જેથી નરેશ પોતાનું ઘર છોડીને જતો રહ્યો હતો. પતિને લાગી આવતા તેણે વાડીમાં ઝાડની ડાળી સાથે દોરડુ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
