PM Shinzo Abe
આજે સવારે જાપાનના વડા પ્રધાન શીંજો આબે (PM Shinzo Abe)એ પોતાના પદથી રાજીનામું આપ્યું હતું. તેઓ સૌથી લાંબા સમયગાળા માટે જાપાનના વડા પ્રધાન પદે રહ્યા હતા. સોમવારે જાપાનના શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પક્ષના નેતા યોશીહિદિ સુગાને પક્ષના નવા નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
શીંજો આબેએ ગયા મહિને જાહેર કર્યું હતું કે સ્વાસ્થ્યની સમસ્યાને કારણે હું રાજીનામું આપીશ. એ સમયેજ નક્કી થઇ ચૂક્યું હતું કે યોશિહીદે સુગા જાપાનના નવા વડા પ્રધાન હશે.
આ પણ જુઓ : New Delhi માં ખેડૂતો દ્વારા ખેતીવાડી અંગેના નવા આદેશ વિરોધ રેલી
યોશીહિદિ સુગાએ પોતાની પસંદગી જાહેર થયા બાદના પહેલા પ્રવચનમાં કહ્યું કે હું આબેની નીતિઓને આગળ વધારીશ. જો કે અત્યારે મારો અગ્રતાક્રમ કોરોના સામે લડવાનો અને વૈશ્વિક રોગચાળાના પગલે અર્થતંત્રને સુધારવાનો રહેશે.
આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના UPSC જિહાદ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મુક્યો
યોશીહિદિ સુગા આબેની ખૂબ નિકટના નેતા મનાય છે અને છેક 2006થી આબેના ચુસ્ત સમર્થક રહ્યા હતા. સુગાને આબેના ઉત્તરાધિકારી પસંદ કરવા માટે લેવાયેલા મતદાનમાં સુગાને 377 મતો મળ્યા હતા જ્યારે બીજા બે ઉમેદવારોને કુલ 157 મત મળ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.