રાકેશ પીઠડીયા જેતપુર : જેતપુર માં ત્રણ વરસ ની માસુમ બાળકી ની હત્યાની ઘટના સામે આવ્યો છે.રિયા પંકજસિંહ યાદવ (Riya Yadav) નામની 3 વર્ષની માસુમ બાળકી ની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો હતો
રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં સાળીના કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના વતની પંકજ કુમાર (ઉ.વ.33) અને તેમના પત્ની કારખાનામાં કામ કરતા હતા દરમિયાન સાંજના 5 વાગ્યા આસપાસ બાળકી નજીકમાં ભાગ લેવા ગયેલ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ નામના શખ્સની દાનત બગડતા 3 વર્ષની માસુમ બાળકી રિયાને નજીકમાં અવાવરું જગ્યાએ લઇ ગયો હતો જો કે બાળકી સાથે અડપલાં કરતા સમયે બાળકી બુમાબુમ કરવા લાગતા નરાધમે બાળકીને મોઢે ડૂચો દઇ ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી હતી બાદમાં બાળકીની લાશને કોથળામાં વીંટી અવાવરું સ્થળે ફેંકી દીધી હતી

કારખાનેથી પરત આવેલ બાળકી રિયાના માતા પિતાએ 5થી 7 વાગ્યા સુધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી જો કે બાળકી મળી ન આવતા તેમને આ અંગે તેમના પિતરાઈ ભાઈ તેમજ કારખાનાના માલિકને પણ જાણ કરી હતી જે બાદ CCTV કેમેરા ચેક કરતા રાજેશ ચૌહાણ નામનો શખ્સ સાંજના 5 વાગ્યા આસપાસ બાળકીને લઇ જતો નજરે પડ્યો હતો.

બાદમાં પરિવારજનો પોલીસ સમક્ષ પહોંચ્યા હતા બાદમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં બાળકીને શરીરે ઇજાના નિશાન જોવા મળતા બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી શકમંદોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હાલ જેતપુર પોલીસ દ્વારા હત્યારા રાજેશ ચૌહાણની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી છે. હત્યામાં અન્ય કોઈ ની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ પુછરપચ હાથ ધરી છે ત્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.