Jharkhand High Court
ઝારખંડ હાઇકોર્ટે (Jharkhand High Court) બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. લાલુ યાદવ ડોરંડા ટ્રેઝરીમાં ગેરકાયદે હેરફેર કરવાના આરોપમાં જેલમાં હતા. હાઇકોર્ટે હવે પછી દોઢ મહિના બાદ સુનાવણી કરવાની તારીખ આપી હતી.
લાલુ યાદવે અર્ધી સજા પૂરી કરી છે એવી દલીલ હેઠળ જામીન અરજી કરવામાં આવી હતી. પરંતુ ઝારખંડ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. લાલુ યાદવને કુલ ચાર કેસમાં જેલની સજા થઇ હતી. અત્યાર અગાઉ લાલુને ચારા કૌભાંડના ત્રણ કેસમાં જામીન મળી ચૂક્યા હતા.
આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો
લાલુ યાદવે એ ચારે કેસના નીચલી અદાલતના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યા હતા. ત્રણ કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા હતા કારણ કે લાલુના વકીલે એવી અરજી કરી હતી કે લાલુએ અર્ધી સજા ભોગવી લીધી હતી.
ચોથા ડોરંડા ટ્રેઝરીના કેસની સુનાવણી આજે હતી. ડોરંડા ટ્રેઝરીમાંથી લાલુએ ગેરકાયદેસર રીતે 139 કરોડ રૂપિયા કઢાવ્યા હતા. લાલુના વકીલે સપ્લીમેન્ટરી એફિડેવિટ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.