JioPhone Next : જિયોફોન નેક્સ્ટની કિંમત જાહેર.

પોસ્ટ કેવી લાગી?

જિયોફોન નેક્સ્ટની (JioPhone Next) કિંમતનો ખુલાસો થઈ ગયો છે. રિલાયન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ફોન ફક્ત 1,999 રૂપિયા આપીને મેળવી શકાય છે. બાકીની રકમ 18 અથવા 24 મહિનાના માસિક હપ્તાથી ચૂકવી શકાશે. આ ફોન દિવાળીથી ઉપલબ્ધ બનશે. આ માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રિલાયન્સ જિયોના સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવવામાં આવી રહ્યો છે. જિયોફોન નેક્સનું નિર્માણ ગૂગલ (Google) અને જિયોએ સાથે મળીને કર્યું છે.

જો તમે જિયોફોન નેક્સ્ટ લેવા માંગો છો તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમે તમારા નજીકના જિયોમાર્ટ ડિજિટલ રિટેલર અથવા  WWW.JIO.COM/NEXT વેબસાઇટની મુલાકાત લો અથવા વોટ્સએપ નંબર 70182-70182 પર ‘Hi’ લખીને મોકલી શકો છો. એક વખત તમને કન્ફર્મેશન  મળ્યા બાદ તમારે નજીકના જિયોમાર્ટ રિટેલર પાસે જઈને ફોન મેળવી લેવાનો રહેશે.

જિયોફોન નેક્સ્ટ તમે 1999 રૂપિયા આપીને મેળવી શકો છો. બાકીની રકમ તમારે ઈએમઆઈથી ચૂકવવાની રહેશે આ માટે કંપની તરફથી વિવિધ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. જો તમે કોઈ જ પ્લાન વગર જિયોફોન નેક્સ્ટ લેવા માંગો છો તો તેની કિંમત 6,499 રૂપિયા છે.

તાજેતરમાં જ ગૂગલના સીઈઓ (Google CEO Sundar Pichai) સુંદર પિચાઈએ કહ્યુ હતું કે, “ભારતમાં JioPhone Next દિવાળી સુધી લોંચ થશે. ભારતમાં એવું જોવા મળ્યું છે કે લોકો ફીચર ફોનમાંથી સ્માર્ટફોન તરફ જવા માંગે છે. જિયોફોન નેક્સ્ટ અંગ્રેજીથી ઉપર ઉઠીને લોકોને સ્થાનિક અધિકાર આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડિજિટલ ટ્રાન્સમિશનનો પાયો નાખશે. ત્રણથી પાંચ વર્ષની અંદર તેનો મોટો પ્રભાવ નજરે પડશે.”

JioPhone Next માટે વિવિધ EMI પ્લાન

JioPhone Next Large plan – This plan is priced at Rs. 450 per month for 24 months or Rs. 500 per month for 18 months. It bundles 1.5GB per day data and unlimited voice calling benefits.

JioPhone Next XL plan – This plan is priced at Rs. 500 for 24 months and Rs. 550 for 18 months. It also offers 2GB per day and unlimited voice calling benefits.

JioPhone Next XXL plan – This plan is priced at Rs. 550 per month for 24 months and Rs. 600 per month for 18 months. It comes bundled with 2.5GB per day and unlimited voice calling benefits. For availing these EMI plans, customers will have to pay a processing fee of Rs. 501.

JioPhone Next specifications

ફોનમાં 5.45 ઈંચની HD ડિસ્પ્લે છે. તેને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળ્યું છે. ફોનમાં 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. મલ્ટિટાસ્કિંગ માટે ફોનમાં 64 બિટ CPU સાથે ક્વૉડ કોર ક્યુએમ 215 ચિપસેટ મળે છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને HDR મોડ સપોર્ટ કરે છે. ફોન 3500mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જ પર 36 કલાકનું બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં હોટસ્પોટનો ઓપ્શન છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures