J&K : શ્રીનગરમાં પરવાનગી વિના મોહરમનું જુલુસ કાઢતા પોલીસે છોડ્યા ટીયર ગેસ

પોસ્ટ કેવી લાગી?

J&K

જમ્મુ કાશ્મીર (J&K) શ્રીનગરમાં વહીવટીતંત્રની પરવાનગી વિના મોહરમ જુલુસ કાઢી રહેલા લોકોને હટાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસને ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કરવો પડ્યો. આ ઘટના શનિવારની છે. કાશ્મીરના બેમિના વિસ્તારમાં શનિવારે કેટલાક લોકો વહીવટીતંત્રની પરવાનગી વિના મોહરમનું જુલુસ કાઢી રહ્યા હતા. આ ઘટનામાં જુલુસમાં સામેલ 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક સાક્ષીએ કહ્યુ કે જેવુ જ જુલુસ ખુમૈની ચોક પહોંચ્યુ ત્યાં અથડામણ શરૂ થઈ ગઈ. જે બાદ પોલીસે જુલુસને રોકવા માટે ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો.

આ પણ જુઓ : HNGU Affiliated Colleges Recruitment 2020 for various Post

રિપોર્ટ મુજબ, શનિવારે મોહરમનો 9 મો દિવસ હતો કેટલાક લોકોએ વહીવટીતંત્રના નિયમોની અવગણના કરતા જુલુસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત શ્રીનગરના બીજા વિસ્તારમાં પણ આ રીતે અથડામણ થયાના સમાચાર છે. શિયા બહુલ શાલીમાર વિસ્તારમાં ભીડને દૂર કરવા માટે પોલીસને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે

ત્યારબાદ શહેરના ગામ કાદલ વિસ્તારમાં પણ જુલુસ નીકાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ કહ્યુ કે કેટલાક સ્થળો પર લોકો વિરૂદ્ધ બળનો ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે તે કોવિડ-19ને ધ્યાનમાં રાખતા લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. શુક્રવારે પણ મોહરમનું માતમ મનાવનારને પોલીસે કેટલાક સ્થળો પર રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આઠ સ્ટેશનો અંતર્ગત આવનાર પોલીસ સ્ટેશનોમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures