આજના સમયમાં દરેકને સારી કમાણી જોઈતી હોય છે. ધંધા-વેપારમાંથી ઉંચી આવક કે પછી મોટો પગાર સાથે બહોળી બચતની અપેક્ષા બધાની હોય છે. દરેક વ્યક્તિ પર્સમાં પૈસા ભરેલા જ રહે તેવું ઈચ્છે છે.
શાસ્ત્રોમાં આપેલા સૂચનોનું પાલન કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને મા લક્ષ્મીની કૃપાથી ખિસ્સું પૈસાથી ભરેલું રહેશે.
પર્સમાં છીપલાં રાખવાથી ધનનો વરસાદ: સામાન્ય દેખાતા છીપલાને પર્સમાં અથવા ઘરમાં-ધંધામાં પૈસા રાખવા સ્થળે મૂકવાથી ધન લાભ થાય છે. પર્સમાં આ છીપલા રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા થતી રહે છે.
કમળના બીજ કરાવે છે ધન લાભ: કમળનું ફૂલ સૌથી પવિત્ર ગણાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જો તમારું પર્સ વારંવાર ખાલી થઈ જતું હોય તો માતા લક્ષ્મીની સૌથી પ્રિય વસ્તુ કમળના ફૂલના બીજ લાલ રંગના કપડામાં બાંધીને પર્સમાં કે પોકેટમાં કે પૈસા મુકવાના સ્થળે રાખો. માતા લક્ષ્મી અપાર આશીર્વાદ આપશે. સાથે-સાથે ઊંચા ખર્ચને પણ કાબૂમાં રાખશે.
પીપળાના પાનને પર્સમાં રાખો: પીપળના પાન પણ તમને આર્થિક પરેશાનીથી બચાવી શકે છે. આ માટે તમારે હંમેશા તમારા પર્સમાં પીપળાનું પાન રાખવું જોઈએ. પીપળાના પાનમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. પાનને પર્સમાં રાખવાથી તેમની કૃપા તમારા પર બની રહેશે.
પર્સમાં ચોખા રાખવાથી પૈસાના ઢગલા થશે: કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે તેમાં ચોખાનો ઉપયોગ કરીએ છીએ. શાસ્ત્રોમાં પણ તેનો અનેરો મહિમા જણાવેલો છે. પર્સમાં ચોખાના થોડા દાણા રાખવા ખૂબ જ શુભ રહેશે. આવું કરવાથી તમને ખૂબ પૈસા મળશે. માતા લક્ષ્મીના આશિષ તમારા પર રહેશે અને ધનલાભ થતો રહેશે.