Kamalam
ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ (Kamalam) કોરોનાનું એપીસેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશને પગલે દર સોમવાર-મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવી રહ્યાં છે. જેના કારણે કમલમમાં કાર્યકરોની ભીડ ઉમટી રહી છે.
જયારે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ જુઓ : ભારતીય વિદેશ મંત્રાલયે Global Times ને લઇ આપી ચેતવણી
ઉપરાંત પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, કમલમ પર સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, કમલમ પરના 2 સફાઈ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.