કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે ૧૩મી જૂનના રોજ જૈન દેરાસરમાં કોઇ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી દેરાસરમાં રાખેલ ચાંદીનું મુગટ રપ૦ ગ્રામનો કિમત આશરે રૂ.૧૭૦૦૦ નો તથા પંચધાતુંની અષ્ટ મંગળની કિમત આશરે રૂ.ર૦૦૦૦ ની એમ મળી કુલ કિમત ર ૩૭૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલ હોઇ જેની ફરીયાદ રજીસ્ટર થતા ગુનાના કામે મુદ્દામાલની તપાસમાં પીએસઆઇ એસ.વી.આહીર તથા શિહોરી પોલીસ સ્ટાફનાઆે સાથે તપાસમાં હતા
જે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે કંબોઇ માઢીયાપાટીમાં રહેતા શંકદાર નરિસહ પથુજી જાતે.સોલંકી નાઆેએ આ ચોરી કરેલ હોઇ જેથી આ ઈસમને પકડી પુછપરછ કરતા તેની પાસેથી આ ચોરીમાં ગયેલ ચાંદીનું મુગટ રપ૦ ગ્રામનો કિંમત આશરે રૂ.૧૭૦૦૦- નો તથા પંચધાતુની અષ્ટ મંગળની કિંમત આશરે રૂ.ર૦૦૦૦ ની એમ મળી કુલ કિમત રૂ.૩૭૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.