કાંકરેજ : કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવાયા

કાંકરેજ તાલુકાના ગૌ રક્ષકો દ્રારા કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે દિયોદર તાલુકાના સેસણ ગામથી પીકઅપ ડાલામાં સાત તથા બીજા ડાલામાં આઠ એમ કુલ મળીને પંદર જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા પાડા ના જીવ ગૌ રક્ષકો એ બચાવ્યા હતા ત્યારે બે પાડા ને ટેગ મારેલ હોવાથી એ સાબિત થાય છે.

પાંજરાપોળ માં કામકરતા લોકો અથવા તો ખુદ પોતે સંચાલકો દ્વારા આવી હેરાફેરી કરતા હોય એવું લાગે છે ત્યારે તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી હતી અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ને બંને પીકપ ડાલા ને પોલિસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ગૌ રક્ષકો દ્રારા ટેગ મારેલ પાડા ના માલિકો સાથે ફોન પર વાત કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેમાં એક કાંકરેજ તાલુકાના ભલગામ અને બીજો દિયોદર તાલુકાના ભેસાણ ગામના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસવડા દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહયા છે.