kartik jivani
- સુરતના એક ગુજરાતી પરિવારના દીકરા kartik jivani એ UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
- IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે.
- જેથી કાર્તિક (kartik jivani) ને હવે IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઈચ્છા છે.
- યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીઝ પરીક્ષા-૨૦૧૯ના આજે જાહેર કરાયેલા રિઝલ્ટમાં ગુજરાતના ૧૩ ઉમેદવારો ઈન્ટરવ્યૂમાં પસંદ થયા છે.
- જેમને હવે પછી કેડર એલોકેશન થશે અને બાદમાં તાલીમ પૂર્ણ થયે સ્ટેટ એલોકેશન કરવામાં આવશે.
- સ્પીપાના ગત વર્ષે ૧૯ ઉમેદવાર પસંદ થયા તેના કરતા આ વર્ષે નીચું પરિણામ છે.
- જેમાં હરિયાણાના પ્રદીપ સિંઘે UPSC ની પરીક્ષામાં ટોપ કર્યું છે.
- બીજા નંબર જતિન કિશોર, ત્રીજા નંબર પ્રતિભા વર્મા છે.
- કુલ 829 ઉમેદવારો ઉતિર્ણ થયા છે.
- ત્યારે ગુજરાતના કાર્તિક જીવાણી (kartik jivani) એ દેશમાં 84 મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.
- જ્યારે દેશમાં ગુજરાતના 13 ઉમેદવારોએ સફળતા મેળવી છે.
- મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ કાર્તિક જીવાણી (kartik jivani)નિષ્ફળ રહ્યા હતાં.
- પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 84મો ક્રમ મેળવ્યો હતો.
- જેથી IAS ની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું.
- તેઓ IPS ની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી.
- મૂળ સૌરાષ્ટના અને વ્યવસાયે ડો. નાગજીભાઈ જીવાણી સુરતના વરાછા વિસ્તારમાં લેબોરેટરી ચલાવે છે.
- તેમના પુત્ર કાર્તિક (kartik jivani) નો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો.
- જોકે કાર્તિકે તે સમયે મનપા કમિશનર રાવ સાહેબ વિષે સાંભળ્યું હતું કે, આ અધિકારીએ સુરતની કાયાપલટ કરી સુરતને દેશ સાથે દુનિયામાં રોશન કર્યું હતું.
- જો કે, શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું.
- રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને કાર્તિક ને IAS બનવાની ઈચ્છા હતી.
- તમને જણાવાનું કે, ૨૦૧૭-૧૮માં સૌથી વધુ 13 ઉમેદવારો પસંદ થયા હતા.
- ૧૩ ઉમેદવારમાંથી માત્ર બે મહિલા ઉમેદવાર છે.
- સ્પીપાના ચાલુ અને જૂની બેચના મળી કુલ ૧૨૮ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી.
- ૧૨૮ ઉમેદવારમાંથી કુલ ૪૧ ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈ થયા હતા.
- જેમના ઈન્ટરવ્યૂ યુપીએસસી દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા.
- પરંતુ કોરોનાના કારણે બાકી રહી ગયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ ૨૦ થી ૩૧ જુલાઈ દરમિયાન લેવામાં આવ્યા હતા.
- જેમાં ગુજરાતના સ્પીપામાં તાલીમ મેળવનાર ૧૩ ઉમેદવારો ફાઈનલ સિલેક્શનમાં પસંદ થયા હતા.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow