અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાંથી થોડા દિવસ પેહલા એક બાળકનું અપહરણ થયુ હતુ. જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં શ્રમિક પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, તેમનું બાળક ગુમ થઈ ગયું છે. ત્યાર બાદ સોલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને સોલામાંથી ગુમ થયેલ 12 વર્ષીય બાળક મળી આવ્યો છે. આરોપી બાળકનું અપહરણ કરી પાટણના હારીજ ખાતે લઈ ગયો હતો. આરોપી બાળકને ફોસલાવી અમદાવાદ બહાર લઈ જઈ ભીખ મંગાવતો હતો. ગંભીર વાત તો એ છે કે, આરોપીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું ખુલ્યું છે.
બાળક હારીજમાંથી મળી આવ્યો હતો
આરોપી સગીરને અમદાવાદથી લઈ પાટણના હારીજ લઈ ગયો હતો. જ્યાં સગીર જોડે કચરો વીણાવતો હતો. જે કચરો વેચી પોતાનું ગુજરાન ચલાવતો. હારીજમાંથી બાળક મળી આવતા સમગ્ર મામલો ખુલ્યો છે. હારીજ પોલીસે બાળકને સોલા પોલીસને સોંપ્યો અને સોલા પોલીસની તપાસમાં સમગ્ર વાત સામે આવી છે. ભરત વાલ્મિકી નામના આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને ભીખ મંગાવતો
વિગતવાર વાત કારીએ તો, ફરિયાદી મજૂરી કરવા માટે ગયો હતો. જ્યારે ઘરે પરત આવ્યા તો બાળક મળી આવ્યું નહીં. ત્યાર બાદ તે લોકો પોલિસ સ્ટેશનમાં જઈ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ બાળકને લાલચ આપી પેહલા નાસ્તો કરાવીને લઈ ગયો હતો. ત્યાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિવિરુદ્ધ નું કૃત્ય કરીને ભીખ માંગવા મજબુર કરતો હતો.
બાળક રડી રહ્યો હતો ત્યારે પોલીસની નજર ગઈ અને પોલીસે તેને પૂછ્યું ત્યારે તમામ માહિતી સામે આવી કે બાળકનું તો અપહરણ થયું છે અને એ લોકોએ સોલા પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે, આરોપીએ આ સિવાય અન્ય કોઈ સાથે આવું કર્યું છે કે કેમ.