દુનિયાના તમામ માણસોને કોઈને કોઈ વ્યક્તિ પસંદ હોય છે. દરેક છોકરાના મનમાં કોઈ છોકરી પ્રત્યેનો અલ્ટીમેટ લવ હોય છે અને છોકરીના મનમાં પણ સિક્રેટ છોકરાનું નામ સેવ રાખેલું હોય છે. વ્યક્તિને ઘણીવાર તેનો પ્રેમ મળવામાં અસફળતા મળે છે, એ અસફળતાના પણ ઘણા કારણો છે. જેમાં જેને ગમે છે તે નથી મળ્યું હોય, એવી કોઈ શરત જે મંજૂર ન હોય, ઘર-પરિવાર આવા ઘણા કારણોથી મનની ઈચ્છા મનમાં જ રહી જાય છે. એવી રીતે કોઈપણને પૂછવું કે, તમે સિંગલ છો કે નહીં? એ અજુગતું લાગે છે. ‘પ્રેમ’ એ સુખદ અહેસાસ છે. તો તમારી સાથે પણ એવું કંઈક બનતું હોય તો વાંચો વધુ આગળ અને જાણી લો તમે જેને પ્રેમ કરો છો એ સિંગલ છ કે નહીં?

- દરેક માણસની સ્પેશિયલ બોડી લેંગ્વેજ હોય છે, જે ઘણી વાતને માત્ર સમજવાથી જ ખબર પડી જતી હોય છે. તો બોડી લેંગ્વેજ સમજવાનો પ્રયત્ન કરવો જે તમને જણાવી દેશે કે તમને ગમતું પર્સન સિંગલ છે કે નહીં?
- સિંગલ છોકરીઓ તેની બહેનપણીઓ સાથે વધુ જોવા મળતી હોય છે. એમ સામેના કિસ્સામાં પણ એવું બની શકે છે. અર્થાત્ છોકરાઓની વાતમાં પણ એવું જ છે. મનમાં ઘણી બધી પ્રેમની લાગણી હોય છે પણ જેને કહેવું છે તેને કહેતા વર્ષો કાઢી નાખે અથવા સિંગલ ખુશ રહેવાનો ડોળ કરતા હોય છે.

- જે છોકરીઓ સિંગલ નથી હોતી એ બીજા છોકરાઓ સાથે ખુલીને વાત પણ નથી કરતી. જેને તમે પ્રેમ કરો છો એ છોકરી બીજા છોકરાઓ સાથે ખુલીને વાત કરે છે તો સમજી શકો છો કે સિંગલ છે.
- છોકરાઓના કિસ્સામાં એવું બને છે કે, સિંગલ હશે તો પણ એવું બતાવશે જાણે બે-પાંચ ગર્લફ્રેન્ડ લઈને ફરતો હોય. દરેક વાતમાં વજન રાખવો તેની આદત હોય છે

- જેને તમે પ્રેમ કરો છો તે તમને જોઈને હળવી સ્માઈલ આપે છે તો સમજી જ શકો છો કે, તે તમારા પ્રત્યે આકર્ષિત છે. આ જણાવે છે કે તે સિંગલ છે.
- પ્રિય જે વ્યક્તિ છે તેના પ્રત્યેનું આકર્ષણ થવા લાગે ત્યારે સમજવું કે, એ તમારામાં રસ ધરાવે છે.

- તમારી સાથે કોઈની સારી દોસ્તી જામે અને એકબીજાને પ્રોપર જાણી શકો તો દુનિયામાં બીજે ક્યાંય લવને શોધવા જવાની જરૂર નથી. તે વ્યક્તિ જ તમારા માટે બેસ્ટ છે. બાકી, વધુ સારી વ્યક્તિની તલાશ ક્યારેક નિરાશ પણ કરી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.