મળતી માહિતી અનુસાર એમેઝોન વિરૂદ્ધ નોઇડા પોલીસે શુક્રવારે એફઆરઆઇ નોંધવામાં આવી છે. ફરિયાદ કરનાર વિકાસ મિશ્રાનું કહેવું છે કે, એમેઝોને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. નોઇડાના સેક્ટર 58ના પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે, એમેઝોન વિરૂદ્ધ ધર્મના આધારે લોકોમાં દુશ્મની ફેલાવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, એમેઝોન પોતાની વેબસાઇટ પર સતત એવા પ્રોડક્ટ્સ નાખે છે આનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આનાથી દેશમાં કોઇ પણ સમયે સાંપ્રદાયિક તણાવ ફેલાઇ શકે છે. તેથી એમેઝોન વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. જેથી આવી ઘટનાઓ વારંવાર ના બને અને હિન્દુ ગર્વ અને સન્માનની સાથે શાંતિથી રહી શકે.
ઘટના એવી છે કે એમેઝોન વેબસાઇટ પર હિન્દુ દેવતાઓની તસવીરોવાળા ટોઇલેટ સીટ કવર અને કાર્પેટ વેચવાની ઘટના સામે આવ્યા બાદ લોકો ગુસ્સામાં છે. ગુરૂવારે સોશિયલ મીડિયા પર બોયકોટ એમેઝોન કેમ્પેઇન પણ શરૂ કર્યુ છે.
આ મામલે એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે, તમામ વિક્રેતાઓએ કંપનીની ગાઇડલાઇન્સનું ધ્યાન રાખવું જોઇએ. જેઓ આવું નથી કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વેબસાઇટથી તેઓના ખાતા પણ હટાવી શકાય છે. સાથે જ કહ્યું કે, જે પ્રોડક્ટ્સ પર સવાલ ઉભા થઇ રહ્યા છે તેઓને સ્ટોરથી હટાવવામાં આવી શકે છે.
પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે પણ એમેઝોનની નિંદા કરી હતી. બાબા રામદેવે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે, હંમેશા ભારતના પૂર્વજ દેવી-દેવતાઓનું અપમાન કેમ કરવામાં આવે છે. શું એમેઝોન ઇસ્લામ અને ખ્રિસ્તીના પવિત્ર ચિત્રોને આ પ્રકારે રજૂ કરી તેઓનું અપમાન કરવાનું દુઃસાહસ કરી શકે છે? આ બાબત પર એમેઝોને માફી માગવી જોઇએ.
તમને જણાવી દઈએ કે 2017માં પણ એમેઝોન વિરૂદ્ધ મહાત્મા ગાંધીની તસવીરવાળા ફૂટવેર વેચવાની ફરિયાદ મળી હતી. કેનેડામાં તિરંગાની તસવીરવાળા ડોરમેટ વેચવાનો મામલો સામે આવ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.