Kriti Kharbanda
બોલીવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા (Kriti Kharbanda) એ બુધવારે પોતાનો 30 મો જન્મદિવસ પ્રસંગે 30 બાળકોના અભ્યાસની જવાબદારી લીધી હતી. તેણે બાળકોને શિક્ષણ આપતી એક સંસ્થા સામે હાથ મેળવ્યો છે જેમાં તે બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી લેશે.
આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ
કૃતિ ખરબંદાએ આ વિશે જણાવ્યું હતું કે, આપણી દુનિયા કોરોનાની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે. આ તણાવગ્રસ્ત સ્થિતિમાં મારા વિચારે જરૂરિયાતોમાં થોડી ખુશીઓ લાવવાનો આ મારો એક નાનકડો પ્રયાસ છે. કોરોના મહામારીને કારણે હું આ બાળકોને અંગત રીતે મળી શકી નથી, પરંતુ વર્ચ્યુઅલ રીતે તેમને મળીને તેમની સાથે સારો સમય પસાર કરીશ એવી મને આશા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.