કચ્છ : વૌવા ગામની ગૃહમંત્રીએ લીધી મુલાકાત

કચ્છમાં બે દિવસની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી પાટણ જીલ્લા માં વિવિધ કાર્યક્રમ માં ભાગ લેવા નીકળ્યા હતા તે દરમ્યાન પાટણ જીલ્લા માં આગમન સાથે સરહદી સાંતલપુર તાલુકા ના વૌવા ગામે સીમા જન કલ્યાણ સમિતિના પ્રદેશ મંત્રી જીવણ ભાઈ આહીરના નિવાસસ્થાનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ગૃહમંત્રી દ્વારા મુલાકાત પર તેમનું ભારતીય પરંપરા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ગૃહમંત્રી ની મુલાકાત સંદર્ભે તાલુકા ભાજપ ના પ્રમુખ સહિત તાલુકાના આગેવાનો ઉપિસ્થત રહ્યા હતા તાલુકા ભાજપ દ્વારા સ્થાનિક લોકોને ટોલ ગેટ માં માફી આપવા બાબતે તેમજ રોડ પર પડેલા ખાડાઆે ની કામગીરી કરવા ની માંગ કરાઈ હતી તેમજ ગૃહમંત્રી ના વૌવા શુભેચ્છા રોકાણ ને પગલે આઇ.જી. અને એસ.પી સહિત નો જીલ્લા પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો અને સરહદી વિસ્તારમાં રોકાણ પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.