રાજકોટ : લેડી ડોન સોનુ ડાંગરની અમરેલીના SPને ધમકી.

 • રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરે અમરેલીના એસપી અને એક મહિલા પીએસઆઈને ધમકી આપી છે. આ અંગેનો વીડિયો ખુદ સોનુ ડાંગરે વાયરલ કર્યો છે.
 • વીડિયો સામે આવ્યા બાદ અમરેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તેમજ સોનુ ડાંગરની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
 • સોનુ ડાંગરની ગત અઠવાડિયે જે અમદાવાદ ખાતે દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
 • સોનુ સાથે ત્રણ અન્ય લોકોની પણ હોટલમાં દારૂના નશામાં ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં જે સોનુ ડાંગરનો વીડિયો વાયરલ થયો છે તેમાં તે અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને મહિલા પીએસઆઈ ડોડિયાને ધમકી આપી રહ્યા છે, તેમજ ગાળો ભાંડી રહ્યા છે.
 • “જય હિન્દ. વંદે માતરમ. અમરેલીના એસપી સાહેબ અને ડોડિયા મેડમને મારે એટલું જ કહેવાનું કે, તમે 1000% હિન્દુના સંતાનો નથી.
 • તમારે બંને લોકોએ તપાસ કરવી જોઈએ કે તમારું ડીએનએ શું છે. તમે લોકોએ મુન્નાભાઈ સામે ખોટા કેસ કર્યા, અમને લોકોને પરેશાન કર્યા તે બહુ ખોટું કર્યું છે.
 • ડોડિયા મેડમ, કોઈ વાંધો નહીં. આપણે આમને સામને થઈ જઈશું. તમારે કેસ કરવો હોય તો કરી દેજો. હું સોનું ડાંગર પોતે બોલું છું.
 • આપણે બંનેનો આમનો સામનો થશે. હું મારા બાપની અને તમે તમારા બાપના હોવ તો મુન્નાભાઈ વિરુદ્ધના બધા પુરાવા લઈને આવજો. અમે એ રીતે તૈયારી રાખીને આવીશું.”
 • “એસપી સાહેબ (નિર્લિપ્ત રાય)નું નામ નૉન કરપ્ટ અધિકારી તરીકેનું છે. તેમની ગણતરી બહુ સારા માણસ તરીકે થાય છે. તેઓ પોતે આવું ખોટું કરે તે બહું કહેવાય.
 • આ લોકોનું ઝમીર મરી ગયું છે. આ તમામ લોકો મુલ્લાઓના….(ગાળ બોલે છે).
 • આ લોકોનું કામ અમને લોકોને પરેશાન કરવાનું છે.
 • કોઈ વાંધો નહીં. એસ.પી. સાહેબ તેમની મરજી પ્રમાણે કામ કરે. ડોડિયા મેડમ, તમે બચીને રહેજો. ધમકી કહો કે જે પણ, તમે મુન્ના પર હાથ ઉપાડ્યો તેનું પરિણામ તમારે ભોગવવું પડે.
 • સિંહ જ્યારે પિંજરામાં હોય ત્યારે તમારા જેવા (ગાળ બોલે છે) લોકો તેને સળી કરે છે. બાકી કોઈની તાકાત નથી કે મુન્નાને કોઈ આંગળી પણ અડાવે. તમે બધાએ (ગાળ બોલે છે) કર્યું છે તેનો બદલો લેવામાં આવશે. તમે ઘમકી સમજો કે કંઈ પણ, મારી ધરપકડ કરવી હોય તો પણ કરી શકો છો. તમે જે કર્યું છે તે તમારે ભોગવવું પડશે. તમે પોલીસ અધિકારી છો એટલે તમને જય હિન્દ પરંતુ તમે જે વ્યક્તિગત દુશ્મની રાખી છે તેના માટે તમને સાત વખત પડકાર ફેંકું છું. તમે જે કર્યું તે તમને પાછું મળશે. જય હિન્દ. વંદે માતરમ્.”
 • રાજકોટમાં રહેતી ઉષા ચંદુભાઈ ડાંગર ઉર્ફે સોનલ ઉર્ફે સોનુ ડાંગર સામે ધમકી, ઉઘરાણી, દારૂની મહેફિલ સહિત અડધો ડઝન જેટલા ગુના નોંધાયેલા છે.
 • ગત અઠવાડિયે જ અમદાવાદની એક હોટલમાં દારૂની મહેફિલ માણવા બદલ સોનુ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. સોનું સાથે હરપાલસિંહ જયવંતસિંહ સરવૈયા (રહે. ગામ -અયાવેજ, જિ. ભાવનગર), ગૌતમ નજુકભાઇ ખુમાણ (રહે. ગામ-સેંજળ, જિ.અમરેલી) અને શિવરાજ રામભાઇ વીંછિયા (રહે. ગામ-રબારીકા જિ. ભાવનગર)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here