ફેસબુકની એક્સપરિમેન્ટ ટીમ દ્વારા વધુ એક ગ્રુપ કોલિંગ એપ ‘કેચઅપ’ લોન્ચ.

  • માર્ક ઝુકરબર્ગ દ્રારા સ્થાપિત કંપની ફેસબુકે કેચ-અપ નામની બીજી કોલિંગ એપ્લિકેશન શરૂ કરી છે.
  • આ એપ્લિકેશન દ્વારા, 8 યૂઝર્સ એક સમયે એક સાથે વિડિયો કોલ કરી વાત કરી શકે છે.
  • ફેસબુકની નવી પ્રોડક્ટ એક્સપરિમેન્ટ ટીમ દ્વારા કેચઅપ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
  • એપ્લિકેશનની મુખ્ય વિશેષતા એ છે કે તે વપરાશકર્તાઓને અગાઉથી જાણ કરે છે કે અન્ય વપરાશકર્તાઓ વિડિયો કોલ માટે ઉપલબ્ધ હશે કે નહીં.
  • આ એપમાં લોગ-ઇન કરવા માટે ફેસબુક એકાઉન્ટની કોઈ જરૂરત પડતી નથી.
  • તે સિવાય આ એપ યૂઝર્સને કોલ્સ મર્જ કરવાની સુવિધા પ્રદાન કરે છે.
  • પની હાલ અમેરિકામાં એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઇસ પર ટેસ્ટિંગ કરી રહી છે.
  • કેચઅપ એપ આઈઓએસ યુઝર માટે એપ સ્ટોર પર અવેલેબલ છે.
  • Catch-Up એપ દ્વારાવિડિયો કોલ કરવા માટે યૂઝર્સે એપ્લિકેશન ખોલીને કોલના ઓપ્શન પર જઈ અને કોલ લિસ્ટમાં થી અન્ય યૂઝર્સને પસંદ કરીને તમે ક્રીએટ કોલ પર ક્લિક કરીને વિડિયો કોલ કરી શકો છો.
  • Catch-Up દ્વારા એકસાથે 8 યૂઝર્સ ગ્રુપમાં વીડિયો કોલ કરી શકે છે.
  • ફેસબુકે એપ્રિલ મહિનામાં લોન્ચ કરેલા ફેસબુક મેસેન્જર ફીચર પરથી 50 લોકો એકસાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે.
  • હાલ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
  • મેસેન્જર રૂમ વીડિયો કોલિંગમાં કોઈ પણ યુઝર ઇનવાઈટ લિંકની મદદથી વીડિયો કોલમાં જોડાઈ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News