ભારતીય રેલવે હવે આધુનિકરણ તરફ જઈ રહી છે દેશમાં રેલવે ની ટ્રેક પર દોડતી ટ્રેનો મા સમયાંતરે ફેરફાર આવી રહ્યા છે સૌ પ્રથમ સ્ટીમ એન્જીન રેલવે ટ્રેક પર દોડ્યું અને આ સ્ટીમ એન્જીન લગભગ પાંચ દાયકા સુધી સફરમાં રહયું હતું.
ધીરે ધીરે ડીઝલ એન્જીન રેલવેના ડબ્બામા જોઈન્ટ થયા અને સાથે સાથે ઇલેકિટ્રક એન્જીન પણ ટ્રેક પર દોડતા થયા ત્યારે રેલવે ના આધુનિકરણ મા પાટણ જિલ્લા ને ઇલેકિ્ટ્રક લાઈન મળી છે અને તેની કામગીરી ચાલી રહી છે .
કુદરતી સ્ત્રોત મા કોલસો સ્ટીમ એન્જીન માટે વપરાતો હતો અને તેના જથ્થા ની જગ્યા હવે ડીઝલ નો વપરાશ વધ્યો ત્યારે મુસાફરી તેમજ ભારવહન મા લોકોમેટિવ ડીઝલ એન્જીનથી ચાલી રહ્યા છે ભવિષ્યને ધ્યાને રાખી ઇલેકિટ્રકનો વપરાશ વધી રહ્યો છે હાલ દેશમાં ઇલેકિટ્રક લાઈનો નાંખવાની કામગીરી ચાલી રહી છે
ત્યારે પાટણ-કાંસા-ભીલડી લાઈનને ઇલેકિટ્રક ટ્રેન ટુંક સમયમાં મળશે તેની કામગીરી હાલ મહેસાણા વાયા પાટણ-ભીલડી ૯ર કિલોમીટરમાં ઇલેકિટ્રક લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે.