Leadership
દેશ અને દુનિયામાં કેટલાયે એવા લોકો છે જેને ઓળખની કોઇ જરૂરીયાત નથી રહેતી તેમના ગુણોથી તેમના વ્યક્તિત્વથી તેઓ અનોખી ઓળખ ઉભી કરે છે. આવા જાતકોનું સમાજમાં એક અલગ જ સ્થાન હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી ત્રણ રાશિઓ છે, જેમની અંદર જન્મતાની સાથે જ લીડરશીપ (Leadership) ના ગુણો હોય છે. તથા તેમનું નેતૃત્વ એવુ હોય કે તેમની તોલે કોઇ ન આવે.
સિંહ રાશિ
જ્યોતિષમાં સૂર્યને માન સન્માનનો કારક માનવામાં આવે છે. તથા સૂર્યના સ્વામિત્વવાળી રાશિના જાતકનો સ્વભાવ રાજા જેવો હોય છે. સૂર્ય એક રાજા, પ્રધાન, અધિકારીનું પ્રતિક છે. સિંહ રાશિના જાતકો ખુબજ વિશ્વાસપાત્ર, કાર્યક્ષેત્રમાં સફળ, પ્રભુત્વશાળી અને સન્માનદાયક હોય છે.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અુસાર મંગળના સ્વામિત્વવાળી વૃશ્ચિક રાશિના જાતક ખુબજ પ્રભાવશાળી હોય છે. આ રાશિના જાતકો ગમે તેવા પડકારોમાંથી રસ્તો કાઢી લેતા હોય છે. તેમની નિર્ણય શક્તિ અદ્બુત હોય છે. આ રાશિના જાતકો બીજાના કામમાં માથુ નથી મારતા અને કોઇ તેની લાઇફમાં માથુ મારે તે ગમતું પણ નથી. જે પણ કામ હાથમાં લે કરે પછી જ જપે છે.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળના સ્વામિત્વવાળી મેષ રાશિના જાતક જન્મતાની સાથે જ Leadership ના ગુણોથી ભરપુર હોય છે. તેમના પર મંગળ ગ્રહનો પ્રભાવ હોવાથી દૃઢ નિશ્ચયવાળા, પ્રભાવશાળી, તેમજ ખુબજ ઉર્જાવાન હોય છે. આ રાશિના જાતકોની ખુબી એ હોય છે કે જે પણ કામ હાથમાં લે પુરૂ કરીને જ છોડે. જો કે ક્યારેક તેમનો ગુસ્સો કામમાં મુશ્કેલીઓ લાવે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.