આપણાં ઘરમાં ઘણી એવી વસ્તુઓ પડી હોય છે જેના કમાલના ફાયદા આપણને ખબર જ નથી હોતા. ફટકડી પણ એવી જ એક વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણો ફટકડીના બેસ્ટ ઉપચાર જે તમારી તકલીફોને કરશે દૂર
ફટકડીના ઘણા ફાયદા અને ઉપયોગ છે જેવા કે પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. તેથી એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે તકલીફ પણ ફટકડી દૂર કરે છે.
ફટકડીના ઉપયોગથી જો કંઈ વાગી ગયું હોય કે ઘા માંથી લોહી નીકળતું હોય તો લોહી નીકળતું બંધ થઈ જશે. જ્યાં વાગ્યું હોય કે ઘા હોય ત્યાં તેને ફટકડીના પાણીથી ધુઓ અને પછી ફટકડીનું પાઉડર તેની પર લગાવો. લોહી નીકળતું બંધ થઈ જશે.
- આ પણ વાંચો: 38 દિવસ પછી થશે માતા અને દીકરીનું મિલન.
- ગુજરાત માટે સારાં સમાચાર,નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો.
ચહેરા પરની કરચલીઓને ઝડપથી દૂર કરવા અને ગ્લો વધારવા માટે પણ ફટકડીના ઉપયોગ થાય છે. રાતે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. સૂકાયા બાદ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો.
રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરવાથી જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોવ તો તે દૂર થઇ શકે છે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું.
સનબર્નમાં ફટકડીનો ઘણો ફાયદો છે. સ્કિન માટે પણ ફટકડી ખૂબ જ અસરકારક છે. એક કપ પાણીમાં 2 ચમચી ફટકડી પાઉડર મિક્સ કરી તેને સનબર્નવાળા ભાગે રોજ લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. તેમજ ખુજલીમાં પણ આરામ મળશે
- ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા, થાક, દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી પ્રોબ્લેમ્સ દૂર થાય છે.
- ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો.
- પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવાથી રાહત મળશે.
- ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દાંતમાં દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે.
- આ ઉપાય દિવસમાં 2-3 વાર કરવાથી તમને દવા વિના જ સારું થઈ જશે.
- જો કાકડા થયા હોય તો ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા.
- તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News