- રાઈ દેખાવમાં નાની હોય છે પરંતુ તેના ફાયદા મોટા છે. તો આવો જાણીએ
- રાઈ દરેકનાં રસોડાનાં મસાલાનાં ડબ્બામાં અચૂક હોય છે.
- રાઈ વગર આપણું જમવાનું પુરૂં ન થાય.
- રાઈનું વાનસ્પતિક નામ બ્રાસિકા નાઈગ્રા છે અને તે કાળા સરસવ તરીકે પણ પ્રખ્યાત છે.
- રાઇ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્વની છે.
- રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે.
- પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.
- રાઈના તેલમાં એકદમ ઝીંણુ મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.
- ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.
- માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે
- જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય થોડી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે તે વ્યક્તિને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે.
- રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે.
- તથા એવું કરવાથી માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે.
- ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે.
- આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.
- જેમને માથાના દુખાવાની સમસ્યા હોય તેમને માટે રાઈ ઘણી ફાયદાકારક છે.
- રાઈના લેપમાં કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે.
- રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે
- રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.
- રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News