Licenses of 110 spice manufacturing companies cancelled
  • મસાલા ઉત્પાદન કરતી 110 કંપનીઓના લાયસન્સ રદ
  • ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગે કરી કાર્યવાહી 
  • લાયસન્સ રદ થતા મસાલા બજારમાં ભારે હડકંપ
  • નોટિસો ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી

ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગે તાજેતરમાં મસાલ ઉત્પાદક કંપનીઓ પૈકી ગરબડ કરી વિદેશમાં માલ સપ્લાય કરતી 110 કંપનીઓના લાયસન્સ રદ કરી લાલ આંખ કરતાં મસાલા બજારમાં ભારે હડકંપ મચી જવા પામી છે. ક્વોલીટી ચેકીંગ દરમ્યાન ગેરરિતીઓ બહાર આવતાં સરકાર પણ ચોંકી ઉઠી છે. દેશભરમાંથી ચાર હજાર જેટલા સેમ્પલ એકત્રિત કરીને પ્રયોગશાળામાં તપાસ કરાવતાં મોટી ખ્યાતિ ધરાવતી નામચીન કંપનીઓની કરતૂતો બહાર આવતાં તંત્રએ 110 ઉપરાંત કંપનીઓના લાયસન્સ રદ કરીને ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા માટે નોટિસો ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

હાલમાં મસાલાની ગુણવત્તા ચેક કરતી પરીક્ષણ લેબોરેટરીઓની ઓછી સંખ્યા સામે સેમ્પલો હજારોની સંખ્યામાં હોવાથી રિપોર્ટ આવતાં ખૂબ સમય લાગી રહ્યો છે. જેમ જેમ રિપોર્ટ બહાર આવશે તેમ તેમ આગામી સંખ્યામાં કેટલીય અન્ય મસાલા કંપનીઓના લાયસન્સ રદ થઈ શકે તેમ છે. સરકારે ગરબડ ભેળસેળ કરતી કંપનીઓના લાયસન્સ રદ કરી ધંધો કરવાની સૂચનાની સાથે હાજર સ્ટોક પણ સીલ કર્યો છે. 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024