ટૂંકું ને ટચ : એક અઠવાડિયું નહીં જઈ શકાય માઉન્ટ આબુ

Lockdown
- Advertisement -

This browser does not support the video element.

Lockdown

હજી પણ દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા માઉન્ટ આબુમાં ફરીથી લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લાગુ કરવામાં આવ્યું છે. માઉન્ટ આબુમાં પર્યટક તરીકે ગુજરાતીઓ સૌથી વધારે જોવા મળે છે. આમ, ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ નહિ જઈ શકે.

4 મહિના બાદ જ્યારે આબુને અનલોક કરાયું ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા હતા. જન્માષ્ટમીથી સતત માઉન્ટ આબુમાં મુસાફરોની આવનજાવન ચાલુ છે. જેથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. જેથી કોરોના સંક્રમણને રોકવા માટે ફરીથી માઉન્ટ આબુમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન (Lockdown) જાહેર કરાયું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.