LOVE JIHAD In Patan : પાટણ શહેરમાં આવ્યો લવ જેહાદનો કિસ્સો : વિધર્મીએ નામ બદલીને યુવતીને ફસાવી

પોસ્ટ કેવી લાગી?

LOVE JIHAD In Patan : પાટણ શહેરમાં એક યુવકે પોતાનું નામ બદલીને એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. વાસ્તવિકતા જાણ્યા બાદ યુવતીએ જ્યારે યુવક સાથે સંબંધ કાપી નાખતા આરોપીએ યુવતીની અંગતપળના ફોટો વાઈરલ કરવાની ધમકી આપતા ચકચાર મચી છે.

પાટણ શહેરમાં રહેતી એક યુવતી તેના સંબંધીના ઘરે લગ્નપ્રસંગે હોય તેમાં હાજરી આપવા માટે ગઈ હતી. જેમાં વરઘોડામાં ઘોડી લઈને આવેલા યુવક સાથે ભોગ બનનારનો સંપર્ક થયો હતો. ત્યારબાદ યુવક દ્વારા ફોન કરી યુવતીને પાટણના મોતિસા દરવાજાથી ખાન સરોવર જવાના માર્ગ પર મળવા માટે બોલાવી હતી. જ્યાંથી યુવક અને યુવતી બંને બાઈક પર ફરવા ગયા હતા અને ખેતરની વાડમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને અવારનવાર બહાર ફરવા જતા હતા અને શરીર સંબંધ બાંધતા રહેતા હતા.

એક દિવસ યુવકે સામેથી જ યુવતીને કહ્યું હતું કે, તેનું નામ મોહમંદહુશેન બલોચ છે. આ જાણીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવકની વાત સાંભળ્યા બાદ યુવતીએ કહ્યું હતું કે, હવે તું મને મળવા આવતો નહીં મારે તારી સાથે સંબંધ રાખવો નથી.

યુવતી સાથેની અંગત પળના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી
યુવતીએ સંબંધ રાખવાની ના પાડી હોવા છતા મહંમદહુશેન ઉર્ફે દરબાર બલોચ દ્વારા યુવતીને ફોન કરવામાં આવતો હતો અને મળવા માટે દબાણ કરતો હતો. જો તે મળવા નહીં જાય તો તેની પાસે રહેલા ફોટો વાઈરલ કરવાની ધમકી આપતો હતો.

આરોપીથી ડરી ગયેલી યુવતી તેના ઘરે માતાપિતાને આ બાબતની જાણ કરી શકતી ન હતી. જો કે, એક દિવસ પોતે ગુમસુમ હોય તેના માતાએ પૂછતા યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ આ મામલે આરોપી સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures