વડોદરામાં એક આધેડ વયની વ્યક્તિને તેનાંથી 30 વર્ષ નાની પ્રેમિકા સાથેનાં અનૈતિક સંબંધોમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. યુવતીએ તેનાં યુવાન પ્રેમી સાથે મળીને તેમનાં સંબંધોમાં અવરોધ બનતાં આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રણય ત્રિકોણમાં (Love triangle) કરૂણ અંજામે વડોદરાનાં ગોરવા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં પ્રેમનાં પ્રણય ત્રિકોણનો (Love triangle) કરૂણ અંજામ આવ્યો છે. વડોદરાનાં ગોરવા વિસ્તારમાં આવેલાં જીવાભાઇ પાર્ક ફ્લેટનાં ત્રીજા માળે આવેલ A-304 નંબરનાં ફ્લેટમાં શનિવારે મોડીરાત્રે જે ખૂની ખેલ ખેલાયો તેને સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. તો આ પ્રેમ પ્રકરણમાં આવેલાં આ કરૂણ અંજામમાં 53 વર્ષીય રામલાલ પટેલનો ભોગ લેવાયો છે.

વડોદરાનાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં 12 વર્ષથી નોકરી કરતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતાં રામલાલ પટેલને કેટલાંક વર્ષ અગાઉ તેની સામેનાં જ ફ્લેટમાં રહેતી અને પોતાની દિકરીની બહેનપણી એવી કિંજલ નામની 22 વર્ષીય યુવતી સાથે સંબંધ બંધાયા હતાં. આગળ જતાં આ સંબંધ વધુ ગાઢ બની શારીરિક સંબંધો બન્યા હતાં.

જો કે, બાદમાં કિંજલનાં જીવનમાં કૃણાલ નામનો યુવક આવતાં બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેની જાણ રામલાલને થતાં રામલાલે બંનેનાં સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેથી બંને યુવાન પ્રેમી પ્રેમિકાએ મળી શનિવારની મોડીરાત્રે રામલાલનાં ઘરમાં જઇ માથામાં હથોડીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ત્યારબાદમાં બંને જણાં ફરાર થઇ ગયાં હતાં. રામલાલની હત્યા કરી પહેલાં કપડવંજ અને બાદમાં ત્યાંથી આણંદ ભાગેલા હત્યારા કિંજલ અને કૃણાલને પોલીસે આણંદની એક હોટલમાંથી ઝડપી લીધાં હતાં. તેમજ વડોદરાની ગોરવા પોલીસે હત્યાની આ ચકચારી ઘટનાનો 6થી 8 કલાકમાં જ ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી પ્રેમિકાને ઝડપી પાડ્યા હતાં.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024