Lunar eclipse
- વર્ષ 2020 નું ત્રીજુ ચંદ્રગ્રહણ (Lunar eclipse) રવિવાર, 5 જુલાઈએ ગુરુપૂર્ણિમાના દિવસે થવાનું છે.
- તો એક મહિનાની અંદર આ ત્રીજું ગ્રહણ છે.
- જો કે આ ગ્રહણ વાસ્તવિક ચંદ્રગ્રહણ નહીં પણ છાયા ચંદ્રગ્રહણ હશે.
- આમ તો ધાર્મિક રીતે ચંદ્રગ્રહણ (Lunar eclipse) નું ખુબ મહત્વ હોય છે.
- પરંતુ આ છાયા ગ્રહણ હોવાથી તેને પાળવાનુ રહેશે નહી.
- ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 5 જુલાઈથી શરૂ થનાર છાયા ચંદ્રગ્રહણ સવારે 8.37 વાગ્યે શરૂ થઈને 11:22 વાગ્યે સમાપ્ત થશે.
- 5 જુલાઈએ થનાર આ ગ્રહણ છાયા ચંદ્રગ્રહણ (Lunar eclipse) હશે.
- શાસ્ત્રોમાં છાયા ગ્રહણને ગ્રહણ માનવામાં આવતું નથી.
- તો આ દિવસે કોઈ પણ કામ કરવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
- જો કે, જ્યોતિષીઓ ખૂબ કાળજી રાખવાની સલાહ આપે છે.
- શુકલ પક્ષની પૂર્ણિમા, ધનરાશિમાં પૂર્વાષાઢા નક્ષત્ર દરમિયાન આ ગ્રહણ થશે.
- તેમજ આ છાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.
- આ ચંદ્રગ્રહણ અમેરિકા, દક્ષિણપશ્ચિમ યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે.
- પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
- આ ગ્રહણ દરમિયાન ક્યાંકથી ચંદ્ર કપાયેલો દેખાવાના બદલે, તે તેના સંપૂર્ણ કદમાં જોવા મળશે.
- આ ગ્રહણ કાળ દરમિયાન ચંદ્ર ધન રાશિમાં રહેશે.
- ચંદ્ર ગ્રહણ એક ખગોળકીય ઘટના છે.
- જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી લાઈનમાં આવી જાય ત્યારે ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) થાય છે.
- પરંતુ આ વખતે ચંદ્ર ગ્રહણ ઉપછાયા ગ્રહણ છે.
- ઉપછાયા ગ્રહણ એટલે કે ચંદ્ર ગ્રહણમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી લાઈનમાં નથી હોતા.
- પરંતુ એ રીતે હોય છે જેથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે.
- તેથી તેને ઉપછાયા ગ્રહણ કહેવાય છે.
- જો કે આ જ વર્ષે એક મહિના પહેલા એટલે કે 5 જૂને પણ ઉપછાયા ગ્રહણ લાગ્યું હતું.
- JEE અને NEET ની પરીક્ષા હવે આ તારીખે શરુ થશે
- Teacher : શૈક્ષણિક સંઘ સંકલન સમિતીએ શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવને આ કારણસર લખ્યો પત્ર
- આ વખતે ચંદ્ર ગ્રહણ (Lunar eclipse) બાધ્ય ન હોવાથી તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ શાસ્ત્રોક્ત બાધા વગર પૂજા પાઠ કરી શકો છો.
- આ દિવસે મહાભારત અને અઢાર પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીની જયંતિ પણ મનાવવામાં આવે છે.
- પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા અને દાનપુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે.
- જ્યોતિષ શાસ્ત્રો અનુસાર છાયા ચંદ્રગ્રહણને ગ્રહણ તરીકે સ્વીકાર કરવામાં આવતું નથી.
- તેને લીધે બાકીના ગ્રહણની જેમ, આ છાયા ચંદ્રગ્રહણમાં કોઈ સુતક અવધિ લાગશે નહી.
- તો સુતક ન લાગતા મંદિરોના દરવાજા બંધ રહેશે નહીં
- તથા પૂજા-પ્રાર્થના પ્રતિબંધિત રહેશે નહીં.
- તેથી આ દિવસે તમે સામાન્ય દિવસની જેમ જ પૂજા પાઠ કરી શકો છો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News