Ahmedabad News : અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક તૂટતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 12માં માળેથી નીચે પટકાતા 3 મજૂરોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ અફરા તફરી મચી ગઇ હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઇટમાં બિલ્ડિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન બિલ્ડિંગના 12માં માળ ઉપર કેટલાક મજૂરો કામ કરતા હતા. આ દરમિયાન પાલક તૂટી પડતા મજૂરો નીચે પટકાતા જેને કારણે ત્રણ મજૂરોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગના બારમા માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડ્યા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ ત્રણેય શ્રમિકોના તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સંદીપ, રાજુ અને અમિત નામના શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં હતા.