સામગ્રી :
લસણ – 10 થી 15 કડીઓ
લાલ મરચું – 2 થી 3 ચમચી
તલ : 1 ચમચી
જીરું – 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
રાઈ – 1/2 ચમચી
તેલ વઘાર કરવા માટે
હિંગ – 1 ચપટી

બનાવની રીત :
સૌ પ્રથમ ખાયણી માં લસણ , મરચું , તલ , જીરું અને મીઠું લઈને વાટી દો.
વટાઈ જાય એટલે પછી એમાં થોડું પાણી નાખો ને બધું હલાવી લો.
પછી એક નાનું વાસણ લો ચટણી વઘારવા માટે એમાં તેલ નાખો
તેલ ગરમ થાય પછી એમાં રાઈ નાખો
રાઈ ફૂટે એટલે એમાં હિંગ નાખો
પછી જે વાટેલું છે લસણ ને બધું એને એમાં નાખો ને હલાવી લો.
એમાં થોડુંક પાણી નાખી ને 2 મિનિટે ચડવા દો તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ચડવી ને ગેસ બંધ કરો.
થઇ ગઈ તમારી લસણ ની ચટણી તૈયાર।…..