નાસ્તામાં બનાવો આ રીતે બનાવો ટેસ્ટી વડાં. તેમજ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ એકદમ બેસ્ટ છે.

જો તમે ગુજરાતી હોવ તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

સામગ્રી

સૂંઠ – ચપટી

ડુંગળીની સ્લાઇસ – 2 કપ

મીઠું- સ્વાદ મુજબ

મરચું – જરૂર પૂરતું

સણનો પાઉડર – ચપટી

હળદર – ચપટી

પલાળીને બાફેલા કાબુલી ચણા – સવા બે કપ

બાફેલા બટાકાનો છુંદો – 1 કપ

અજમો – 2 ચમચી

બેકિંગ પાઉડર – અડધી ચમચી

સમારેલી કોથમીર – 1 કપ

તેલ – જરૂર મુજબ

દહીં – અડધો કપ

સમારેલો ફુદીનો – જરૂર પૂરતો

લીંબુનો રસ – 1 ચમચી

રીત :

પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઇસને મીઠું નાખીને આછા બ્રાઉન રંગની સાંતળો. તેમાં અજમો, સૂંઠ, લસણનો પાઉડર અને હળદર નાખી વધુ થોડી મિનિટ સાંતળો. તે પછી આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો.

જો ઓવનમાં બનાવવા ઇચ્છતાં હો તો તેને અગાઉથી 200 ડિગ્રી ફેરનહિટ પર ગરમ કરી લો. આને તળીને પણ બનાવી શકો છો. કાબુલી ચણા અને બેકિંગ પાઉડરને મિક્સરમાં પેસ્ટ બને ત્યાં સુધી ક્રશ કરો. તેને એક મોટા બાઉલમાં કાઢો.

તેમાં બટાકાનો છુંદો, સાંતળેલી ડુંગળી, મરચું અને કોથમીર મિક્સ કરો. તેમાંથી નાનાં નાના ગોળા વાળી ટ્રેમાં પાથરેલા બટર પેપર પર ગોઠવો.

જો ઓ‌વનમાં બેક કરવા હોય તો તેના પર તેલ છાંટી ઓવનમાં અડધો કલાક રાખી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરો. અન્યથા આ બોલ્સને તળી લો.

હવે એક બાઉલમાં દહીં, ફુદીનો, લીંબુનો રસ અને સહેજ મીઠું નાખી સારી રીતે વલોવો અને ડિપ તૈયાર કરો. આ ટેસ્ટી ભાજી બોલ્સને ડિપ સાથે સર્વ કરો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News