pickle
આમ તો ઘણી વખત અથાણું (pickle) બનાવવામાં ઘણો સમય લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે મિનિટોમાં બની જશે એવા અથાણાની રેસીપિ લઇને આવ્યા છીએ. જો કે, અથાણું (pickle) ખાસ કરીને લોકો ભોજન સાથે ટ્રાય કરે છે.
- સામગ્રી:
- લીલા મરચા – 8 થી 10 નંગ
- જીરું – 1 ચમચી
- વરિયાળી – 1 ચમચી
- હિંગ – 1/4 ચમચી
- હળદળ – 1/4 ચમચી
- લીંબુનો રસ – 2 ચમચી
- ખાંડ – 1/2 ચમચી
- સરસિયું – 2 ચમચી
- મીઠું – સ્વાદનુસાર
મરચાનું અથાણું બનાવવાની રીત
સૌ પ્રથમ મરચાને ધોઇને સૂકા કપડાથી લૂંછી લો તે બાદ તેને ગોળાકાર કટ કરી લો. હવે ગેસ પર પેનમાં તેલ ગરમ કરી લો તેમા જીરૂ વરિયાળી ઉમેરીને ફ્રાય કરી લો. જ્યારે વરિયાળી અને જીરૂ તતડે એટલે તેમા હીંગ અને લીલા મરચાંના ટૂકડા ઉમેરી મિક્સ કરીને 3-4 મિનિટ માટે મધ્યમ આંચ પર ચઢવા દો.
ત્યાર બાદ મરચામાં ખાંડ, લીંબુનો પસ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરીને અથાણાને ઠંડુ કરી લો. તૈયાર છે મરચાનું અથાણું. તેને ડબ્બામાં બંધ કરીને 3-4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.